Billboard ad 1150*250

ટંકારા : નેકનામ કન્યા શાળાની વિધાથીનીઓએ પાણી બચાવવાના ઉપાયો સૂચવ્યા, video

0 117
Above Post Content

જળ એ જ જીવન છે, પાણી વગર માનવી રહી શકતો નથી તો માનવી જ પાણીનો કોઈના કોઈ રીતે દુરપ્રયોગ કરીને મુસીબતોને આવકારે છે.માણસ અત્યારથી જ પાણીનો દુરપ્રયોગ ઓછો કરીને પાણી બચાવશે તો આવનારું ભવિષ્ય સુખ-સમૃદ્ધિ ભરેલું રહેશે તે પણ હકીકત છે.”વર્લ્ડ વોટર ડે” નિમિતે અનેક સ્થળે કાર્યક્રમો થતા હોય છે ત્યારે ટંકારાના નેકનામ ગામની કન્યા શાળાની વિધાર્થીનીઓ પોતાની કલા થકી પ્રોજેક્ટ રજુ કરીને સૌ-નિદર્શન કરનારને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Middle Post Content

ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ કન્યા શાળામાં “વર્લ્ડ વોટર ડે” નિમિતે એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ એકઝીબીશનમાં ૫૦ થી વધુ વિધાર્થીનીઓએ પોતાની આગવી કલા થકી પોતાના પ્રોજેકટ રજુ કર્યા હતા.જેમાં ગંગા એક્શન પ્લાન, પાણી પુરવઠો, પીવાલાયક પાણી કોને કહેવાય?, સીવેજ એટલે શું?, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણીનો સંગ્રહ, ભુમીય જળ કેમ વધારવું અને જાગૃત નાગરિક તરીકે આપની ફરજો વિષેના વિધાર્થીનીઓએ પ્રોજેક્ટ રજુ કર્યા હતા.તેમજ પાણીનો બાગડ ઓછો કરવો અને ગંદકી દુરથી પોતાનું આંગણું સ્વચ્છ કરવું જેથી દરેક ગામ તથા શહેર સ્વચ્છ થાય અને રોગચાળો ફેલાતો બચે.આ સમગ્ર એક્ઝીબીશનની જાહેમત સ્કુલના જ ગણિતના શિક્ષિકા વિધિબેન પટેલે ઉઠાવી હતી તો આ સમગ્ર એક્ઝીબીશન દરમિયાન સ્કુલના આચાર્ય, શિક્ષકો સહિતના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat