Billboard ad 1150*250

ટંકારા : બે સ્થળે મારામારી, ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

0 44
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ટંકારાના ખીજડીયા ચોકડી નજીક રૂપિયાની માંગણી કરી ધમકી

Post ad 3

        ટંકારાના મોરબી નાકા પાસે રહેતા સાગર વિઠ્ઠલભાઈ કુંધીયા દેવીપૂજકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાનું મોટરસાયકલ લઈને છાપરી બાજુ વળતો હોય ત્યારે આરોપી નીતિન કરશન સોલંકી રહે ટંકારા ઉગમણા નાકે વાળાએ મોટરસાયકલ સરખું ચલાવ કહી ગાળો આપી તારા વિરુદ્ધ એટ્રોસિટી ફરિયાદ કરીશ કહીને તારે સમાધાન કરવું હોય તો રૂ ૨ લાખ આપવા પડશે કહીને ફરિયાદીએ રૂપિયા આપવાની ના કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

ટંકારાના લજાઈ પાસે પિતા-પુત્રને ગાળો આપીને ધમકી

        ટંકારાના લજાઈ ગામના રહેવાસી પંકજભાઈ દયારામભાઈ મસોતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ફઈનો તેની કાર લઈને આરોપી મનીષભાઈ મન્સુરઅલી રૈયાણી ખોજાના ઘર પાસે ઉભો હોય ત્યારે આરોપીએ ફરિયાદીના દીકરા અને ફરિયાદીને ગાળો બોલી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat