ટંકારા : ઓટાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત ઝડપાયા

એલસીબી ટીમે ૩.૭૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો

મોરબી એલ.સી.બી. ટંકારા નાં ઓટાળા ગામે જુગાર રમતા સાત પતા પ્રેમીઓને રૂપિયા ૩.૭૩ લાખની રોકડ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઈ.વી.બી.જાડેજા અને પીએસઆઈ વ્યાસને જુગારની બદ્દી સદંરત નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી.ના પો.કોન્સ. નિરવભાઇ મકવાણા તથા આસિફભાઇ ચાણકયાને મળેલ હકીકત આધારે ટંકારા તાલુકાના ઓટાળા ગામની શેલીયુ સીમમાં આવેલ અશ્વિન પટેલની વાડીની ઓરડીમાં દરોડો કર્યો હતો

દરોડામાં જુગાર રમતા અશ્વિન પટેલ , ભાવેશ દેશાઇ , ભાસ્કર દેશાઇ , ભરત પટેલ ,ભરત સવસાણી, બાબુ પટેલ , રાજેશ  કાસુન્દ્રા વાળાઓને રોકડા રૂપીયા ૩.૭૩ લાખ  તથા મોબાઇલ ફોન કી.રૂ.૫૦૦ વિગેરે મળી કુલ મુદ્દામાલ રૂ.૩.૭૪ લાખ સાથે પકડી પાડી સાત આરોપીઓ વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે.સ્થાનિક પોલીસ ને અંધારામાં રાખી એલ.સી.બી. દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે 

Comments
Loading...
WhatsApp chat