Billboard ad 1150*250

ટંકારા : લાઈફ લિંકસ વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ

0 41
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3


આજ રોજ 5 સપ્ટેમ્બર ના શિક્ષણદીન નિમિતે લાઈફ લિંકસ વિદ્યાલય-ટંકારા ખાતે ગણેશજી મહારાજનું પૂજન કરી શિક્ષક દિનની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો.
શિક્ષણદીન નિમિતે શાળામાં કાયૅરત ધો-1 થી 12 ના વિદ્યાથીઓ સમગ્ર શૈક્ષણિક કાયૅ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ મુજબ 3 વિદ્યાથીઓ એ પ્રિન્સીપાલનીભૂમિકા ભજવી હતી. જયારે પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક ત્રણેય વિભાગ માંથી કુલ 81 વિદ્યાથીઓ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી સમગ્ર શૈક્ષણિક કાર્ય ઉત્સાહપૂવૅક કાયૅ કયું હતું.
પ્રાથમિક વિભાગના આચાર્ય આદ્રોજા ખુશ અને તેમની ટીમ દ્રારા ભણતર સાથે જીંદગીનું ચણતર સમાન પાયારૂપ શૈક્ષણિક બાબતોનું જ્ઞાન પીરસવામાં આવ્યું.
માધ્યમિક વિભાગમાં આચાર્ય ચભાડિયા સ્મિત અને તેની ટીમ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય ગરસોદિંયા વૈભવ અને તેની ટીમ દ્વારા ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
પોતપોતાના વિભાગના આચાર્ય દ્વારા શિક્ષણકોની મિટિંગ યોજી આવનારી પ્રથમ સત્ર પરિક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી જયંતિભાઈ બારૈયા તથા પિન્સીપાલ મનોજભાઈ કગથરા તથા સમગ્ર સ્ટાફ ગણે શુભકામના પાઠવી.

Comments
Loading...
Share This
WhatsApp chat