Billboard ad 1150*250

ટંકારા : સજનપર દૂધ ઉત્પાદક મંડળીએ ૩૨ લાખથી વધુનો જંગી નફો કર્યો

0 99
Post ad 1

ટંકારા તાલુકાની સજનપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી એ વર્ષ ૨૦૧૮/૨૦૧૯ ના વર્ષમાં ૪૦૩૭૯૬૧૬/- (ચાર કરોડ ત્રણ લાખ ઓગણએસી હજાર છસો ને સોળ) રુપિયાનુ જંગી ટર્નઓવર કરી ૩૨૯૮૭૭૪/- (બત્રીસ લાખ અઠાણુ હજાર સાતસો ને ચૂમોતેર) રૂપિયાનો ચોખ્ખો નફો કરીને મોરબી જિલ્લાની દુધ ઉત્પાદક મંડળીઅોમાં મોખરાનું ધરાવી જીલ્લામાં અવ્વલ નંબર મેળવેલ છે.

Post ad 2

જે નફામાંથી અને મંડળીમાં જમા પડેલ રકમ માંથી દૂધ ઉત્પાદકો ને ૭% ભાવ ફેર આપવાની વ્યવસ્થાપક કમિટી એ નકકી કરી સરાહનીય કામગિરિ કરેલ અને દરેક દૂધ ઉત્પાદકોને પશુ હેલ્થ કાર્ડ આપી વર્ષ દરમિયાન પશુની સારવારનો ખર્ચ મંડળી ભોગવશે તેવું વ્યવસ્થાપક કમિટીએ નકકી કરેલ છે સાથે મંડળી માં ATM મશીન CCTV કેમેરા અને દૂધ ઉત્પાદકો નુ ચૂકવણું ઓનલાઈન દૂધ ઉત્પાદકો ના બેંક એકાઉન્ટ માં જમા કરવા માં આવે છે તેવુ દુધ ઉત્પાદક મંડળીના મંત્રી કેશવજીભાઈ રામજીભાઈ રૈયાણીએ જણાવ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat