Billboard ad 1150*250

ટંકારાના જાંબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું રાજપૂત કરણી સેના દ્વારા સન્માન

0 51
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

ટંકારામાં ગત તા.૧૦ ના રોજ ભારે વરસાદ વરસ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અનેક લોકો ફસાયા હોય જેને ટંકારા પોલીસના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હોય જેમાં ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના પોલીસે જવાને બે બાળકીને ખભે બેસાડીને રેસ્ક્યુ કરે તે ખરેખરે બિરદાવવા લાયક છે જેથી પૃથ્વીરાજસિંહ જાડેજા અને તેના સાથીદાર ફિરોજભાઈ પઠાણને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તરફથી પણ શુભેચ્છા પાઠવવામાં આવી છે

તો જાંબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પૃથ્વીરાજસિંહ જાડેજા ( કોયલી ) એ આપતકાલીન પુર જેવી સ્થિતિ માં પોતાનો જીવ જોખમમાં મુકી અને અસરગ્રસ્ત અનેક લોકોને રેસ્ક્યુ કરી જીવબચાવી પ્રશંસનીય કામગીરી કરી છે કે જે રાજપુત સમાજ માટે ગૌરવની વાત છે તેમ રાજપૂત કરણી સેનાની યાદીમાં જણાવ્યું છે. જાંબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાને હાર પહેરાવી, તલવાર અને સાફો ભેટ સ્વરૂપે આપી સન્માન કરવામાં આવ્યું હતું

આ તકે રાજપુત કરણી સેના મોરબી તથા રાજકોટ જિલ્લો ના હોદેહરો – જિલ્લા પ્રમુખ વિજયસિંહ ચુડાસમા, જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપસિંહ જાડેજા ( વીરપરડા ) તેમજ દેવેન્દ્રસિંહ જાડેજા , જિલ્લા મહામંત્રી શક્તિસિંહ જાડેજા તેમજ વિશ્વરાજસિંહ જાડેજા , શહેર ઉપપ્રમુખ ભગીરથસિંહ વાઘેલા , સુખદેવસિંહ જાડેજા , પ્રદુભા જાડેજા સહિતના સભ્યો અને અગ્રણીઓ જોડાયા હતા.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat