Billboard ad 1150*250

ટંકારાના રોહીશાળાની વિદ્યાર્થીનીની કવિતા “મારા સપનાનું ભારત”

0 101
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ટંકારા તાલુકાના રોહીશાળા ગામની ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પઢારીયા કાજલ સુરેશભાઈએ મારા સપનાનું ભારત કાવ્ય લખ્યું છે કાજલ ધોરણ ૫ માં અભ્યાસ સમયથી કાવ્ય રચના કરી રહી છે

Post ad 2

કાવ્ય “મારા સપનાનું ભારત”

 સોના કરતા સોહામણું

        મારા સપનાનું ભારત છે.

વૃક્ષની જેમ હરિયાળું

        મારા સપનાનું ભારત છે.

આ દિવસ કરતા નમણું

        મારા સપનાનું ભારત છે.

જાગતી આંખે જોયેલું સમણું

        મારા સપનાનું ભારત છે.

સતત દોડતું હરણું     

        મારા સપનાનું ભારત છે.

આગને ઠારતું ઝરણું

Post ad 3

        મારા સપનાનું ભારત છે.

સ્વપ્ને આંબતું હરણું

        મારા સપનાનું ભારત છે.

દુખ મળીને વેઠતું

        મારા સપનાનું ભારત છે.

નદિયોં વચ્ચે રમતું

        મારા સપનાનું ભારત છે.

પદને પોતાનું ગણતું

        મારા સપનાનું ભારત છે.

પચાવી જાણે પરમાણુ

        મારા સપનાનું ભારત છે.

પ્રકૃતિના ખોળે રમતું

        મારા સપનાનું ભારત છે.

તમે ધારો એથી બમણું

        મારા સપનાનું ભારત છે.

કાવ્ય રચના : પઢારીયા કાજલ

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat