Billboard ad 1150*250

મોરબીમાં દેશી દારૂ પ્રકરણમાં ઠાકોર સેનાના અગ્રણીનું નામ ખુલ્યું

0 94
Above Post Content

નશામુક્તિ અભિયાન ચલાવનાર જ દારૂના ધંધાર્થી નીકળ્યા ?

Middle Post Content

        મોરબીમાં દેશી અને વિદેશી દારૂના વેચાણને રોકવા કાર્યરત પોલીસની ટીમે તાજેતરમાં બાતમીને આધારે દરોડો કરતા સિરામિક સીટીમાં રહેતી મહિલાના ઘરમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો જે દારૂ પ્રકરણમાં ઠાકોર સેનાનો અગ્રણી પણ સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે સિરામિક સીટીના આઈ-૬ ના સાતમાં માળે બ્લોક નં ૭૦૨ માં રહેતા રસીલાબેન રમેશભાઈ સોલંકીના ઘરમાં દરોડો કરતા ૧૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો તેમજ દારૂનો જથ્થો આરોપી ભરત સોમાં બજાણીયા (ઉ.વ.૩૬) રહે ત્રાજપર ચાર રસ્તા વાળાનું નામ ખુલ્યું છે આરોપી ભરત કોળી મોરબી જીલ્લા ઠાકોર સેનાનો અગ્રણી છે અને ઠાકોર સેનાના કાર્યક્રમોના આયોજન પણ ભૂતકાળમાં તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને ઠાકોર સેનાના સુપ્રીમોએ ગુજરાતને નશામુક્ત બનાવવાનું અભિયાન ચલાવી બાદમાં તેઓએ રાજનીતિમાં ઝંપલાવ્યું હતું ત્યારે મોરબીમાં ઠાકોર સેનાનો અગ્રણી દારૂ વેચાણ કરતો હોય તેવા ઘટસ્ફોટથી ચકચાર મચી છે   

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat