
મોરબી ના અમૃત પાર્ક, લાયન્સ નગર, જલારામ પાર્ક, રણછોડ નગર, લક્ષ્મીનારાયણ તથા સર્વોદય સોસાયટીના આગેવાનો દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે જેમાં મુસ્લીમ બાળાઓ સહીત કુલ ૨૦૦ બાળાઓ પ્રાચીનન ગરબીમાં માં જગદંબાની આરાધના કરી રહી છે
આધુનિક સમય મા અર્વાચીન નવરાત્રી મહોત્સવ નુ મહત્વ વધ્યુ છે ત્યારે રાત્રે ૧૧ વાગ્યા સુધી ગરબી શરૂ થતી નથી પરંતુ ખરેખર સંધ્યાસ્ત નો સમય માતાજી ના ગરબા માટે હોય છે જે પરંપરા અનુસાર મોરબી ના નવલખી રોડ ના વિવિધ વિસ્તાર ના આગેવાનો સાથે મળી એક જ ગરબી નુ આયોજન છેલ્લા ૧૦ વર્ષ થી કરી રહ્યા છે જે આધુનિક સમય મા એકતા નુ દર્શન કરાવનારી બાબત છે.

પ્રથમ નોરતા નિમિતે નવલખી રોડ ના અમૃત પાર્ક, લાયન્સ નગર, જલારામ પાર્ક, રણછોડ નગર, લક્ષ્મીનારાયણ તથા સર્વોદય સોસાયટી ના આગેવાનો એ દીપ પ્રાગટ્ય કરી, માતાજી ની આરતી ઉતારી નવરાત્રી મહોત્સવ શરૂ કર્યો છે. વિવિધ વિસ્તાર ની કુલ ૨૦૦ જેટલી બાળાઓ એ ગરબી મા ભાગ લીધેલ છે. તે તમામ બાળાઓ ને નવરાત્રી દરમિયાન દરેક નોરતે પ્રસાદ વિતરણ તેમજ અંતિમ નોરતે વિવિધ પ્રકાર ની લ્હાણી વિતરણ કરવા મા આવશે તેમ જલારામ સેવા મંડળ ના સહમંત્રી રાજુભાઈ ગીરનારીએ જણાવ્યુ છે.
