Billboard ad 1150*250

મોરબીમાં ગણપતિ નું સૌથી મોટું અને જાજરમાન આયોજન એટલે સિદ્ધિવિનાયક કા રાજા

0 63
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીમાં છેલ્લા ૧૦  વર્ષથી કાર્યરત શ્રી ગણેશ ઉત્સવ સમિતિ આયોજિત શ્રી સિદ્ધિવિનાયક કા રાજા આ વર્ષે  ૧૧ માં વર્ષ પણ વિશાળ અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે આ સિદ્ધિવિનાયક કા રાજા નું મહત્વ બહુ વધારે છે જેમ કે આ ગણપતિ દાદાની મંગલ મૂર્તિ મુંબઈથી લાલબાગ કા રાજાના મૂર્તિના કારીગર પાસે ખાસ ડિઝાઈનમાં બનાવામાં આવે છે

વિધિવત રીતે સ્થાપન વિધિ , હવન કરી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે આ આયોજન મોરબીના લીલાપર કેનાલ રોડ પર સરદાર પટેલ રોડ પર સપ્તપદી પાર્ટી પ્લોટ માં ૧૪ વીઘામાં કરવામાં આવ્યું છે જેમાં બાળકો માટે અલગ અલગ ફુંવારા અને મંડપ ડેકોરેશન સાથે વિશાળ ૨૧ ફૂટની મહાકાય ગણપતિ દાદાની મૂર્તિ દર્શકોનું આકર્ષણ વધારે છે સાથો સાથ સેફટીને ધ્યાન રાખી સી.સી.ટીવી પણ લગાવામાં આવે છે અને બાળકો માટે નાની રાઇડ્સનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ હજારો દર્શનાથી દર્શન કરવા આવે છે ૧૨  સપ્ટેમ્બરના રોજ વિશાળ આયોજન સાથે ગણપતિ દાદાની વિસર્જન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે  

Comments
Loading...
Share This
WhatsApp chat