Billboard ad 1150*250

મોરબીના પીપળી ગામે કુવામાંથી મળેલા મૃતદેહની ઓળખ કરાઈ

0 140
Above Post Content


હત્યાની ફરિયાદ નોંધવા તજવીજ 

Middle Post Content

        મોરબીના પીપળી ગામ નજીક કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યા બાદ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો અને મૃતકની ઓળખ મેળવવા પોલીસે ચલાવેલી તપાસમાં મૃતક યુવાન મહીસાગર જીલ્લાનો વતની હોવાનું જાણવા મળ્યું છે 

પીપળી ગામ નજીક વાડીના કુવામાંથી અંદાજે ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ મળતા ડીવાયએસપી અને તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને ફાયરની ટીમની મદદથી મૃતદેહને બહાર કાઢી રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો હતો જે બનાવ અંગે તપાસ ચલાવતા મોરબી તાલુકા પીએસઆઈ એન જે રાણા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનનું નામ દલપતસિંહ બળવંતસિંહ રહે પાંડવા બાલાસિનોર જીલ્લો મહીસાગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને મૃતકના અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા છે તેમજ તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat