મોરબી પાંજરાપોળમાં પશુઓ મૂકી ગયા પરંતુ પેમેન્ટ આપવામાં ધાંધિયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ પકડ્યા બાદ પાંજરાપોળમાં છોડી દેવાય છે અને પશુ નિભાવ ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ પશુ નિભાવ ખર્ચ ચૂકવાયો ના હોય જેથી પાંજરાપોળ દ્વારા આ મામલે ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે

        શ્રી મોરબી પાંજરાપોળના મેનેજરે ચીફ ઓફિસરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલિકા મારફત શહેરમાં રખડતા ગૌવંશના પશુઓ (સાંઢ) શ્રી મોરબી પાંજરાપોળ મકનસર વંડામાં મુકવામાં આવેલ અને પશુ દીઠ રૂ ૨૫૦૦ નિભાવ ખર્ચના ચૂકવવાનું નક્કી થયેલ તા. ૨૧-૦૧-૧૩ થી ૨૦-૦૯-૧૮ સુધીમાં કુલ ૧૦૬૬ નંગ સાંઢ મોરબી પાંજરાપોળમાં મુકવામાં આવેલ છે તેનું પેમેન્ટ આજદિન સુધી આપેલ નથી હાલ પાંજરાપોળ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે જેથી આ પેમેન્ટ ચૂકવાય તેવી અપીલ કરી છે

Comments
Loading...
WhatsApp chat