Billboard ad 1150*250

મોરબીના દુષ્કર્મ કેસમાં ખેવારીયાના ઉપસરપંચની જામીન અરજી કોર્ટે ફગાવી

0 184
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના ખેવારીયા ગામના ઉપસરપંચ વિરુદ્ધ દુષ્કર્મનો ગુન્હો નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હોય જેને જામીન માટે કોર્ટમાં અરજી કરી હોય જે જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે

        મોરબીના ખેવારીયા ગામના ઉપસરપંચ જયદીપ ઠાકરશીભાઈ પટેલે પરિણીતાના દીકરા અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોય જે અંગે ગુન્હો નોંધાયા બાદ પોલીસે આરોપી ઉપસરપંચ જયદીપ પટેલની પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીએ મોરબી એડી. ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે આવા કેસમાં સરળતાથી જામીન આપવાથી તેની સમાજ પર વિપરીત અસર થાય છે તેમજ આરોપી ખેવારીયાનો ઉપસરપંચ હોય જેથી પોતાના હોદાને લીધે જામીન પર છૂટી જાય તો સાક્ષી પુરાવા સાથે ચેડા કરી સકે છે આરોપીએ ગંભીર પ્રકારનો સમાજ વિરોધી ગુન્હો કરેલ છે વધુમાં આરોપીe એટ્રોસિટી એક્ટ મુજબનો ગુન્હો કરેલ છે ફરિયાદી પોતે સતત ભયમાં રહેતા હોય અને સમાજમાં બદનામીના ડરને કારણે મોડી ફરિયાદ નોંધાવેલ કોર્ટે ફરિયાદી પક્ષના એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાની દલીલ માન્ય રાખી આરોપી જયદીપ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે

        ફરિયાદી પક્ષના વકીલ તરીકે મોરબીના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, પુનમ અગેચણીયા, જીતેન્દ્ર સોલંકી, સુનીલ માલકીયા અને નિધિ વાઘડીયા રોકાયેલ હતા  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat