Billboard ad 1150*250

રાજસ્થાન સરકારના નિર્ણયથી મોરબી સિરામિક ઉધોગને પડ્યા પર પાટું

0 109
Above Post Content

Middle Post Content

મોરબી સિરામિક ઉદ્યોગને રાજસ્થાન સરકારે પડ્યા પર પાટું માર્યું હોય તેવી સ્થતિ સર્જાય છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ગેઝિફાયર ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ રાજસ્થાન સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગ માટે અત્યંત જરૂરી એવી ગીટી, ગ્રીન્સ અને ચિપ્સ રાજસ્થાન બહાર નિકાસ ઉપર સંપૂર્ણ પણે પ્રતિબંધ લાદી દેતા મોરબી સિરામિક ઉદ્યોગને માઠી અસર પડી છે.

રાજસ્થાન સરકારે સ્થાનિક લઘુ ઉદ્યોગોના હિતમાં સતાવાર રીતે રાજસ્થાનની ગીટી, ચિપ્સ અને ગ્રીન્સ મટીરીયલ રાજસ્થાન બહાર વેચાણ પર ૪ ઓકટોબર ૨૦૨૧ સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદયો છે. આ પ્રતિબંધાત્મક હુકમની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી છે વિટરીફાઇડ ટાઇલ્સ અને અન્ય સિરામિક પ્રોડક્ટમાં રાજસ્થાનની ગીટી, ચિપ્સ અને ગ્રીન્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે જો રો મટીરીયલ જ મળતું બંધ થાય તો સિરામિક ઉદ્યોગ પડી ભાંગે તે સ્વાભાવિક વાત છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat