Billboard ad 1150*250

મોરબીની શ્રીનાથધામ હવેલીમાં ભવ્ય અન્નકૂટ દર્શનનો ભક્તોએ લાભ લીધો

મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શન-મહાપ્રસાદનો લાભ લેવા ઉમટી પડ્યા

0 53
Above Post Content

મોરબીમાં શ્રીનાથધામ હવેલી ખાતે રવિવારે ભવ્ય અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોય જે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા વૈષ્ણવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

Middle Post Content

શ્રી વાલ્લ્ભીય વ્રજયાત્રા ૨૦૧૯ મહાસભા તેમજ શ્રીનાથધામ હવેલીના પાટોત્સવ મહોત્સવના ઉપલક્ષમાં રવિવારે રવાપર રોડ પરની શ્રીનાથધામ હવેલી ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે સવારે ૧૧ કાલકે અભિવાદન સભા, ત્યારબાદ અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ રાખવામાં આવેલ આ દિવ્ય પ્રસંગે વૈષ્ણવાચાર્ય ગોસ્વામી રાજેશકુમાર મહારાજ અને ગોસ્વામી કૃષ્ણકુમાર મહોદય સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે શ્રીનાથધામ હવેલી સેવા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat