Billboard ad 1150*250

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મંદીનો માહોલ, જાણો ટ્રાન્સપોર્ટરની દયનીય સ્થિતિ વિશે..

0 103
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.

Post ad 2

દ્વારા ફાયનાન્સીયલ બેંકોને રજૂઆત

        હાલ દેશમાં વેપાર ધંધામાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ મંદીની અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ થવા પામી છે ટ્રાન્સપોર્ટર વાહનોના બેંક લોનના હપ્તા ચુકવવા સક્ષમ ના હોય જેથી ફાયનાન્સીયલ બેંકોને રજૂઆત કરીને માસિક હપ્તામાં રાહત આપવાની માંગ કરવામાં આવી છે

        અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો, અમદાવાદ દ્વારા ફાયનાન્સીયલ બેંકોમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં વાહનો માટેના માસિક હપ્તામાં રાહત આપવા માંગ કરી છે જે અંગે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના સૌરાષ્ટ્ર પ્રમુખ પ્રભાતભાઈ આહીર પાસેથી મળતી માહિતી મુજબ આર્થિક સંકટને લીધે ટ્રાન્સપોર્ટરના લક્ષ્યોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે કાર્ગોના પર્યાપ્ત ઓર્ડરના અભાવે લગભગ ૩૦ થી ૪૦ ટકા ટ્રાન્સપોર્ટની ગાડીઓ ખાલી છે મહેસૂલમાં ઘટાડાને પગલે ટ્રકની ખરીદી માટે લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી છે જેથી ટ્રાન્સપોર્ટરોએ બેંક પાસે માંગ કરી છે કે હપ્તા ભરવામાં તેમને સમય આપવામાં આવે ટ્રક સંચાલકો અને પરિવહન ડીલરો છેલ્લા ૬-૭ મહિનાથી સંઘર્ષ કરી રહ્યા છે અને હજુ ૨-3 માસ સુધી પરિસ્થિતિમાં સુધારણા કોઈ સંકેત નથી ડીઝલના ભાવનો વધારો પણ આ સ્થિતિ માટે જવાબદાર છે નિયમિત હપ્તા પણ સંચાલક ચૂકવી સકતા નથી જેથી ચુકવણી ના કરનાર ટ્રક ઓપરેટર્સ બે કે ત્રણ વર્ષ જુના ટ્રક પરત આપી રહ્યા છે અથવા ફાઈનાન્સર કબજે કરી રહ્યા છે જેથી આગલા હપ્તાની ચુકવણી માટે ૨-3 મહિનાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat