Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં પબજી ગેમ / મોમો ચેલેન્જ ગેમ રમવું પડશે ભારે, જાણો કારણ

0 120
Above Post Content

મોરબી જિલ્લા અધિક કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી મોરબી જીલ્લમાં પબજી ગેમ અને મોમોચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ પબજી ગેમ રમતા પકડાશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. 

Middle Post Content

પબજી ગેમ અને મોમો ચેલેન્જ ગેમ રમવાથી લોકોના વર્તન, વાણી , વ્યવહાર અને વિકાસમાં ભારે અસર પડે છે. ખાસ કરીને બાળકો તેમજ યુવાનોને પબજી ગેમનું ઘેલું લાગ્યું છે. આવી ગેમ રમવાથી લોકોના મગજ પર વિકૃત અસર પડતી હોય જેથી ઘણી નુકશાનકારક છે. તાજેતરમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અને અધિક જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામા પ્રસિધ્ધ કરીને રાજકોટ શહેર- જિલ્લામાં ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દેવામા આવ્યો છે.તો હવે મોરબીના અધિક જિલ્લા કલેકટર કેતન પી. જોશી દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરીને મોરબી જિલ્લામા પબજી ગેમ અને મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અધિક જિલ્લા કલેકટરના જાહેરનામાના પગલે મોરબી જિલ્લામા જો હવે કોઈ વ્યક્તિ પબજી ગેમ અને મોમો ચેલેન્જ રમતા પકડાશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat