Billboard ad 1150*250

ત્રણ સંતાનોના પિતા અને પ્રેમિકાનો જાત જલાવી, જાણો પછી શું થયું ?

0 138
Post ad 1

વાંકાનેરમાં આવેલા આરોગ્યનગરમાં શાપરની ત્યકતા યુવતી અને આરોગ્યનગરના પરીણીત યુવાનને સમાજ એક નહીં થવા દે તેવા ડરથી એસીડ પી અગ્નીસ્નાન કરી લીધું હતું.જે બનાવમાં  ગંભીર રીતે ઘવાયેલા પ્રેમીપંખીડાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 2

મળતી વિગત મુજબા વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા આફતાબ રસુલભાઇ ખોખર (ઉ.વ.30) અને શાપરમાં રહેતી હેતલબેન પ્રવિણભાઇ વાઘેલા (ઉ.વ.28) નામની ત્યકતા યુવતીએ વાંકાનેરમાં અલ્ફતાબ ખોખરના ઘરે એસિડ પી પોતાના શરીરે કેરોસીન છાંટી જાત જલાવી હતી.આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા બંને પ્રેમીપંખીડાને બેભાન હાલતમાં વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની પ્રાથમિક પુછપરછમાં શાપરની હેતલ વાઘેલાના આઠેક વર્ષ પૂર્વે ધોરાજીમાં લગ્ન થયા હતા. હેતલ વાઘેલાએ લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. છેલ્લા એકાદ વર્ષથી રીસામણે બેઠેલી હેતલ વાઘેલાના ત્રણેક માસ પૂર્વે છુટાછેડા થયા હતા. આફતાબ ખોખર અને હેતલ વાઘેલા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. હેતલ વાઘેલા પરીવારને કારખાને કામ કરવા જવાનું કહી વાંકાનેર પ્રેમી આફતાબ ખોખરના ઘરે પહોચી હતી. સમાજ એક નહીં થવા દે તેવા ડરથી બંનેએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આફતાબ પણ ત્રણ સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે. વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ આદરી છે. વાંકાનેરમાં પ્રેમીપંખીડાએ પરીવાર એક નહીં થવા દેવાની બીકે એસીડ પી અગ્નીસ્નાન કરી લીધું હતું.

યુવક પરીણીત અને ત્રણ સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ત્યકતાયુવતીને આગલા ઘરના એક છોકરો અને એક છોકરી છે. ત્યકતા યુવતીના બંને સંતાનો તેના દાદા-દાદી પાસે રહેતા હોવાનું જાણવા મળ્યું છે.બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat