Billboard ad 1150*250

મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસને જી.એસ.ટી. હેઠળ આવરી લેવાની માંગ

0 127
Above Post Content

ઉદ્યોગને ટેક્સ ક્રેડીટ બેનીફીટ આપવા રજૂઆત 

મોરબીમાં વિકસેલો સિરામિક ઉદ્યોગ હાલ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે અને

Middle Post Content

તાજેતરમાં એનજીટીના ચુકાદા બાદ સિરામિક ફેકટરીઓ બંધ પડી છે ત્યારે સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસને જીએસટી હેઠળ આવરી લઈને ટેક્સ ક્રેડીટ બેનીફીટ આપવાની માંગ કરવામાં આવી છે

        ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે હાલમાં મોરબી જિલ્લામાં આવેલ સિરામિક ઉદ્યોગને ઔદ્યોગિક ગેસનો પુરવઠો મળે છે તે જી.એસ.ટી. હેઠળ આવતો નથી આથી સિરામિક ઉદ્યોગને ટેક્સ ક્રેડીટનો લાભ મળી શકતો નથી. મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં ગેસીફાયર તરફ વળેલો છે કારણ કે ગેસીફાયરના લીધે ફ્યુઅલ કોસ્ટ ઓછી થાય છે. જેના કારણે પ્રોડક્ટ કોસ્ટ ઓછી થાય છે. જયારે ગેસમાં ટેક્સ ક્રેડીટ ના મળતી હોવાના લીધે પ્રોડક્ટ કોસ્ટ ઉંચી થાય છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ વેશ્વિક સ્તરે ખુબ સારું પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ ઉંચી પ્રોડક્ટ કોસ્ટના કારણે વેશ્વિક સ્પર્ધામાં ટકવામાં મુશ્કેલી પડે છે. એવામાં સરકાર તરફથી મોરબીના સિરામિક ઉદ્યોગને પ્રોત્સાહન સ્વરૂપે સહાય મળી શકે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ વેશ્વિક સ્તરે ભારત દેશનું નામ ઊંચું કરી શકે તેમ છે. જેથી સરકાર તરફથી સિરામીક ઉદ્યોગને પ્રોત્સાહક સ્કીમો તેમજ ઔદ્યોગિક ગેસને જી.એસ.ટી. હેઠળ આવરી લઇ ટેક્સ ક્રેડીટનો લાભ આપવામાં આવે જેથી સિરામિક ઉદ્યોગને રાહત તેમજ પ્રોત્સાહન મળે તેવી માંગ કરી છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat