તક્ષશિલા વિધાલયના સંચાલકે રાજ્યકક્ષાની સ્પોર્ટ્સ માસ્ટર્સ ટ્રેનીંગમાં શિક્ષકોને માર્ગદર્શન આપ્યું


તાજેતરમાં ભાવનગરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે બાળકોના સર્વાંગી વિકાસમાં સ્પોર્ટ્સનું યોગદાન એ વિષયે એક અઠવાડિયાનો વર્કશોપ યોજાયો હતો.જેમાં હળવદની તક્ષશિલા વિધાલયના સંચાલક રોહિતભાઈ સીણોજીયાએ સમગ્ર મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.રાજ્યકક્ષાના આ વર્કશોપમાં રમત-ગમતને લગતી યોજનાઓ, એવોડ, પ્રેક્ટીકલ ટ્રેનીગ, ગ્રાઉન્ડ મેનેજમેન્ટ જેવી બાબતો પ્રત્યે લક્ષ્ય દોરવામાં આવ્યું હતું.વર્કશોપ બાદ મોરબી જીલ્લાના સીનીયર કોચ ચૌહાણ પાર્થભાઈના માર્ગદર્શન હેઠળ ફીઝીકલ લીટરસી ટ્રેનીંગ પ્રોગ્રામ મોરબી જીલ્લાના તમામ વ્યાયામ શિક્ષકોને માર્ગદર્શન મળી રહે તે માટે યોજ્જવામાં આવ્યો હતો.માસ્ટર ટ્રેઈનર રોહિતભાઈ સીણોજીયાએ જીલ્લા કક્ષાના સેમીનારમાં ૪૭ જેટલા વ્યાયામ શિક્ષકોને ટ્રેનીંગ આપી હતી.

રાજ્ય કક્ષાના સ્પોર્ટ્સ વર્કશોપમાં માસ્ટર ટ્રેનર તરીકે મ્રોબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરવા બદલ શાળાના મેનેજીંગ ડીરેકટર ડો.મહેશભાઈ પટેલે ને સંચાલક રમેશભાઈ કૈલાએ અભિનદન પાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat