Billboard ad 1150*250

મોરબી સિંચાઈ કોભાંડમાં બે આરોપીની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

0 92
Above Post Content

મંડળી આગેવાનોને હાઈકોર્ટમાંથી ઝટકો 

Middle Post Content

        મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડમાં મંડળીના આગેવાનોએ ધરપકડથી બચવા હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જોકે કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતા હવે ધરપકડ થાય તેવી સંભાવના જણાઈ રહી છે

         મોરબીમાં ખુબ ગાજેલા નાની સિંચાઈ કોભાંડ યોજનામાં નિવૃત સિંચાઈ ઈજનેર મંડળી આગેવાન અને ધારાસભ્ય પરષોતમ સાબરીયા સહિતના છ આરોપી ઝડપાયા બાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે દરમિયાન ધારાસભ્ય પરષોતમ સાબરીયા તેમજ અન્યને જામીન મળી ગયા છે જોકે નાની સિંચાઈ કોભાંડમાં હજુ અનેકની સંડોવણી હોય અને પોલીસની સઘન તપાસ દરમિયાન કેટલાક પર ધરપકડની ગાજ વરસે તેવી ભીતિ વચ્ચે મંડળી આગેવાન પુના રાઠોડ અને મોહન નાનજી ડોરિયાએ બંને આરોપીએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જોકે મોરબી સિંચાઈ કોભાંડની તપાસ ચલાવતા ડીવાયએસપી બન્નો જોષી, એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, રાઈટર મહેન્દ્રસિંહ ઝાલા, ફતેહસિંહ પરમાર સહિતની ટીમે સઘન તપાસ ચલાવી રહ્યા હોય જેથી આરોપીઓના આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી છે અને હાઈકોર્ટમાંથી આરોપીઓને રાહત મળી નથી તો આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દેતા ધરપકડનો સિલસિલો શરુ થાય તેવી સંભાવના જણાઈ રહી છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat