Billboard ad 1150*250

માળીયામાં ડિગ્રી વિના સારવાર કરી દર્દીનું મોત નિપજાવનાર “ઘોડા ડોક્ટર” ને ઝડપી લેવાયો

આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલહવાલે કરાયો

0 266
Above Post Content

માળિયામાં ઘોડા ડોકટરે દર્દીની સારવાર કર્યા બાદ તેનું મોત થયું હોય અને સવા વર્ષ પૂર્વે બનેલી ઘટના મામલે મૃતકની પત્નીની ફરિયાદને આધારે માળીયા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો જેને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવામાં આવ્યો હતો

Middle Post Content

હાલ અમદાવાદના શાહી બાગ વિસ્તારના રહેવાસી અને મૂળ માળિયાના વતની ગુલશનબેન કરીમભાઈ જામ (ઉ.વ.૪૦) ફરિયાદ નોંધાવી હતી જેમાં ગત તા. ૧૧-૦૭-૨૦૧૭ પૂર્વે તે છ માસથી માળિયા રેલ્વે ક્વાર્ટર લાઈનમાં રહેતા હોય અને તેના પતિ કરીમ રસુલ જામ ને તા. ૧૦-૦૭-૨૦૧૭ ના રોજ તાવ આવતો હોય જેથી ડોકટરે પતિ કરીમભાઈને તપાસી લાલ કલરના ત્રણ ઇન્જેક્શન બાટલામાં નાખેલ અને પતિને ઠંડી લાગતા ગોળીઓ પિવડાવેલ અને બાદમાં દર્દીનું મોત થયું હતું જેમાં ડોક્ટર ચૌહાણ જેનું આખું નામ નિઝામખાન નાઠુંખાન ચૌહાણ રહે માળિયા વાળો જે ડોક્ટરની લાયકાત ધરાવતા ના હોય અને તબીબી વ્યવસાય કરી સકે નહિ તેવું જાણવા છતાં પતિ કરીમભાઈને ડોક્ટર તરીકે ખોટી સારવાર આપી પતિને ઇન્જેક્શન અને ગોળીઓ ખવડાવી ના કરવાની સારવાર કરી મોત નીપજાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું

જે ફરિયાદને પગલે માળિયા પોલીસે આરોપી ડીગ્રી વિનાના ડોક્ટર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૪, તેમજ ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૩ તથા ગુજરાત કાઉન્સિલ એક્ટ ૧૯૬૭ ની કલમ ૨૯ અને ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ ની કલમ ૧૫ (૩) મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં માળીયા પીએસઆઈ જે ડી ઝાલાની ટીમે આરોપી ઘોડા ડોક્ટરને ઝડપી લઈને બાદમાં જેલહવાલે કર્યો છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat