
તાજેતરમાં સિરામિકમાં ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોય જેને કારણે મોરબીના સિરામીક ઉદ્યોગો પડી ભાંગે તેવી સ્થિતિ ઉદભવી છે. ત્યારે આ મુદ્દે સાંસદ મોહનભાઇ કુંડારીયા સાથે સીરામીક એસો.ના હોદેદારોએ દિલ્હી ખાતે પેટ્રોલિયમ ગેસ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીને રજૂઆત કરી હતી અને પીએનજીઆરબીના ચેરમેને રજૂઆત પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.

દિલ્હી ખાતે રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા તેમજ મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા , કિશોરભાઇ ભાલોડીયા, નિલેષ જેતપરીયા , કીરીટભાઇ પટેલ તેમજ એશોસીઍસનના હોદેદારો સહિતના ઉધોગપતિઓએ ગેસ ભાવવધારા સહિતના અનેક પ્રશ્નો અંગે પેટ્રોલિયમ ગેસ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીને રજૂઆત કરી હતી જે અનુસંધાને પીએનજીઆરબીના ચેરમેન ડી.કે.શરાફે રજુઆત મામલે હકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો હતો.
