Billboard ad 1150*250

ભારતીય કિસાન સંઘે ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

0 181

તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ આપેલ ઈન્ટરવ્યુંમાં ગુજરાતમાં ખેડૂતોને કોઈ પ્રશ્ન ના હોવાનું જણાવ્યું હતું જેથી ભારતીય કિસાન સંઘ મોરબી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને પડતર પ્રશ્નોની યાદી આપી છે અને પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે

ભારતીય કિસાન સંઘ મોરબીના પ્રમુખ જીલેશ કાલરીયા મુખ્યમંત્રીને પત્ર પાઠવી ખેડૂતોના પડતર પ્રશ્નોની યાદી સોપી છે જેમાં જણાવ્યું છે કે ભૂંડ રોઝ આખલા અને અન્ય પશુનો ત્રાસ દુર કરવો, ખેડૂતોને દિવસની લાઈટ આપવા બાબતની અમલવારી નહીવત થયેલ છે ચેકડેમો રીપેર કરવા, ઊંડા ઉતારવા, નવા બનાવવાની વારંવાર રજૂઆત કરવા છતાં અમલવારી થતી નથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો દરેક જણસમાં મળે તેવી રજૂઆત છે ઘઉંની ખરીદી તાત્કાલિક ચાલુ કરવી જૂની પાક વિમાની લેણી રકમ તુરંત જ ચુકવણી થાય તેવી માંગ, સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન કલ્પસર યોજના પુનઃજીવિત કરવાની માંગ, ખેડૂતોના વાહનોને ટોલનાકામાંથી માફીની માંગ,

કેનાલ રીપેરીંગ ચોમાસામાં અથવા વધારાના સમયમાં કરી જરૂરિયાત મુજબ પાણી છોડવાની માંગ, આજી ૨ સિંચાઈમાં જમીન સંપાદન કોર્ટના ચુકાદા આવેલ છતાં ખેડૂતોને રૂપિયા ચૂકવેલ નથી, ઓનલાઈન અરજીમાં ચાલુ વર્ષે જે ખેડૂતોનો વારો ના આવે તેને બીજા વર્ષે શા માટે હેરાન કરો છો કોઈપણ જાતના ફોર્મ ભર્યા વિના બીજા વર્ષે પહેલા વારો આવે સહિતના ૩૧ પ્રશ્નોની યાદી સોપી છે અને પ્રશ્નો વહેલી તકે ઉકેલવામાં આવે તેવી માંગ કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat