Billboard ad 1150*250

રાજસ્થાન સરકારના એક નિર્ણયથી ૬૦૦ કરોડના રોકાણ પર પાણી ફરી વળ્યું, જાણો વિગતે

0 207
Above Post Content

મોરબીના ૬૦૦ કરોડના પ્રોસેસ યુનિટો બંધ પડ્યા

ઝીલ્કોનિયમ ઈમ્પોર્ટ કરવાથી વિદેશી હુંડીયામણ વપરાશે 

        એનજીટીના કોલગેસ પ્રતિબંધના ચુકાદાનો ફડાકો હજુ તો સિરામિક ઉદ્યોગ સહન કર્યો ના કર્યો ત્યાં બીજા ખરાબ સમાચાર રાજસ્થાનથી મળ્યા હતા જ્યાં સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતી મહત્વના મટીરીયલ્સના વેચાણ અંગે પ્રતિબંધ ફરમાવી દેતા ઉધોગને બેવડો ફટકો પડ્યો છે અને મોરબીના પ્રોસેસ યુનિટો સસ્તા ભાવના મટીરીયલ્સ હવે સપ્લાય નહિ કરી સકે જેથી ટાઈલ્સના ભાવોમાં ઉછાળો આવશે 

        રાજસ્થાન સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતા વિવિધ અતિ જરૂરી અને મહત્વના મટીરીયલ્સના વેચાણ માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે જેથી કોલગેસ પ્રતિબંધની ભયાનક અસરથી કોમામાં સરી ગયેલા સિરામિક ઉદ્યોગની બેઠા થવાની આશા પણ હવે મરી પરવારી છે કારણકે અગાઉ મોરબીના સિરામિક ઉદ્યોગને વિવિધ રો મટીરીયલ્સ સસ્તા ભાવે મળી રહેતા હતા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની આવડત મોરબીના ઉદ્યોગકારો પાસે હોય જેથી મોરબીમાં ૬૦૦ કરોડના રોકાણથી ૩૫ જેટલા યુનિટો ધમધમે છે જે પ્રોસેસિંગ યુનિટ છે જેમાં રાજસ્થાનથી આવતા વેસ્ટ રો મટીરીયલ્સને પ્રોસેસ કરીને સિરામિક ફેક્ટરીને સસ્તા ભાવે પહોંચાડવામાં આવતા હતા જેમાં ડબલ ચાર્જ ટાઈલ્સમાં વ્હાઈટનેસ માટે ઉત્તમ ક્વોલીટી મટીરીયલ્સ ઘરઆંગણે જ તૈયાર થઇ જતું હતું જેમાં વિદેશીથી આયાત કરેલા ઝીલ્કોનિયમની જરૂરિયાત રહેતી ના હતી

Middle Post Content

        મોરબીના રો મટીરીયલ્સ પ્રોસેસ યુનિટનું મહત્વ સમજીએ તો રાજસ્થાનથી મંગાવેલ રો મટીરીયલ્સ પ્રોસેસ કરીને એ ગ્રેડ ક્વોલીટીનું તૈયાર કરી માત્ર અઢી રૂપિયા કિલોના ભાવથી ફેક્ટરીને સપ્લાય થતું હતું જોકે રાજસ્થાન સરકારે લીધેલા નિર્ણયથી હવે રાજસ્થાનથી આવતા જરૂરી રો મટીરીયલ્સ પ્રોસેસ યુનિટો મંગાવી શકશે નહિ જેથી ફેકટરીઓને રાજસ્થાનથી પ્યુરીફાય કર્યા વગરના રો મટીરીયલ્સમાં ક્વોલીટી માટે ૧૫૦ રૂ પ્રતિ કિલોના ભાવનું ઝીલ્કોનિયમ વિદેશીથી આયાત કરવાનું રહેશે જેથી વિદેશી હુંડીયામણ પણ વપરાશે અને ઉદ્યોગકારોને લાંબી પ્રક્રીયા ઉપરાંત પડતર પણ મોંઘી થઇ જશે

 ૧૭૫ યુનિટોને મળે છે સસ્તા અને ક્વોલીટી રો મટીરીયલ્સ

        મોરબીમાં ૬૦૦ કરોડના રોકાણ સાથે ૩૫ એકમો રો મટીરીયલ્સ પ્રોસેસ કરે છે મોરબીની સિરામિક ટાઈલ્સમાં ડબલ ચાર્જના ૭૫ યુનિટો અને જીવીટીના ૧૦૦ એકમોને રાજસ્થાન સરકારના નિર્ણયની અસર થશે ડબલ ચાર્જ માટે ફેલ્સ્પાર પ્રોસેસ કરીને ઉત્તમ ક્વોલીટીનું મટીરીયલ્સ આપવામાં આવે છે તેમજ પ્રોસેસ બાદ સેકંડ અને થર્ડ ક્વોલીટીનું મટીરીયલ્સ જીવીટીમાં વપરાય છે જે પાણીના ભાવે ઉધોગને મળે છે જેથી સ્પર્ધામાં ટકી રહેવા મહત્વનો ફાળો ભજવે છે

પ્રતિ માસ ત્રણ લાખ ટન રો મટીરીયલ્સની ડીમાંડ  

        રો મટીરીયલ્સ પ્રોસેસ યુનિટ ધરાવતા નિકુંજભાઈ વડાલીયા જણાવે છે કે સિરામિક ફેકટરીઓને પ્રતિ માસ ત્રણ લાખ ટન જેટલું મટીરીયલ્સ પ્રોસેસ યુનિટો પ્રોવાઈડ કરે છે તેમજ ડબલ ચાર્જમાં જરૂરી મટીરીયલ્સ માત્ર અઢી રૂપિયા પ્રતિ કિલોથી પહોંચાડતા હતા જોકે રાજસ્થાનથી પ્રોસેસ વગર આવતા મટીરીયલ્સમાં ઉદ્યોગકારોને ક્વોલીટી અને વ્હાઈટનેસ માટે ૧૫૦ રૂ પ્રતિ કિલોના ભાવનું ઝીલ્કોનિયમ ઈમ્પોર્ટ કરવું પડશે જેથી વિદેશી હુંડીયામણ પણ ખર્ચાશે તેમજ ડબલ ચાર્જ ટાઈલ્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટ બે થી અઢી રૂપિયાનો વધારો થશે જે ઉદ્યોગના હિતમાં નથી

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat