Billboard ad 1150*250

મોરબીના લાલબાગમાં જજના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ

0 28
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયાની તાજેતરમાં મોરબી નગરપાલિકાના પેનલ વકીલ તરીકે નિમણુક થઇ હોય જે ખુશીના અવસરની પ્રાસંગિક ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જજોના હસ્તે વૃક્ષારોપણ કરીને લોકોને ગ્લોબલ વોમીંગની સમસ્યા અંગે જાગૃત કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો  

Post ad 2

        લાલબાગ ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ જજ એ ડી ઓઝા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત એડી. ડીસ્ટ્રીકટ જજ એમ કે ઉપાધ્યાય, વી એલ પરદેશી, એ એન કુંજાણી, એચ એમ વૈષ્ણવ સહિતના જજો તેમજ કોર્ટ રજીસ્ટ્રાર ભરત રાવલ તેમજ મોરબી બાર એસોના પૂર્વ પ્રમુખ જીતુભા જાડેજા, અલ્પેશભાઈ પટેલ સહિતના વકીલો તેમજ કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જજના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને લાલબાગ ખાતે ૧૨૫ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા દ્વારા રોપા તેમજ વૃક્ષોના રક્ષણ માટે પીંજરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat