Billboard ad 1150*250

ન્યાય યોજનાના પૈસા માલ્યા અને લલિત મોદી જેવા ચોરોના ખાતામાંથી આવશે: રાહુલ ગાંધી

0 25
Above Post Content

નોટબંધી અને ગબ્બરસિંહ ટેક્સ એટલે કે જીએસટી લાગુ કરી અર્થવ્યવસ્થા ખોરવી નાંખી: રાહુલ

મહુવા:લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં બંને પક્ષો પ્રચાર કરી રહ્યા છે. કોડીનારમાં અમિત શાહની સભા યોજાઇ હતી. ત્યારે ભાવનગરના મહુવાના વિજપડી પાસે આસરાણા ચોકડી ખાતે રાહુલ ગાંધીની જનસભાનું આયોજન કરાયું છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીને જીતાડવા રાહુલ ગાંધી મેદાને ઉતર્યા છે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠક માટે જનસભાનું આયોજન કરાયું છે. રાહુલ ગાંધી સભાસ્થળે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી અદાણી અને અંબાણીના ચોકીદાર છે. અમારી સરકારોએ રાજસ્થાન,છત્તીસગઢ, MPમાં ખેડૂતોના દેવા માફ કર્યાં, ગુજરાત સરકારે દેવા માફ ન કર્યું. ન્યાય યોજનાના પૈસા માલ્યા અને લલિત મોદી જેવા ચોરોના ખાતામાંથી આવશે.

Middle Post Content

જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ નામ આપું છું. દેશના લોકોને દિલ પર ઘા કર્યો છે આ સરકારે. દરરોજ અમે સાંભળીએ છીએ કે કોઇ એક ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે. મોદીએ નોટબંધી કરી તેમાં અર્થતંત્રના ચીથરાં ઉડી ગયા. પુરૂષોને ઉદાસીન નહીં કરૂ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ રાખી 26 બેઠકો આપી અને દિલ્હી મોકલ્યા. જનતાને વિશ્વાસ હતો કે મોદી કંઇક કરી બતાવશે પરંતુ એવું થયું નથી. નોટબંધીના કારણે ભારતમાં બેરોજગારી વધી છે.મોદીએ 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. 5 વર્ષમાં ભાજપે આપેલા વાયદા પૂરા ન કર્યા. 15 લાખ હજુ ખાતામાં આવ્યા નથી. ખેડૂતો સાથે છેતરપિંડી થઇ છે. સૌથી વધુ બેરોજગાર ભારતમાં છે.

અમે ચૂંટણી જીતીશું તો ન્યાય યોજના લાગુ કરીશું: નરેન્દ્ર મોદીએ 5 વર્ષમાં કરેલા અન્યાય માટે ન્યાય યોજના લાવ્યા છીએ. જે 2019ની ચૂંટણી જીતતાની સાથે જ લાગુ કરવામાં આવશે. ન્યાય યોજના મારફત 5 કરોડ પરિવારોને સહાય આપવામાં આવશે. જેમાં મહિલાઓના ખાતામાં 72 હજાર આપવામાં આવશે. મેં કહ્યું હતું કે, કોંગ્રેસ સરકાર લાવો, હું ખેડૂતોના દેવા માફ કરીશ. ગુજરાતમાં ન કરી શક્યો બાકી રાજસ્થાન સહિત 3 રાજ્યોમાં કરી દીધા છે. જ્યાં સરકાર બને ત્યાં અમે ખેડૂતોના દેવા માફ કરી દઇએ છીએ. અગાઉ બે બજેટ બનતા હતા, 2019 પછી કોંગ્રેસ આવશે એટલે બે બજેટ બનશે. એક નેશનલ બજેટ અને એક કોંગ્રેસ બજેટ. અનિલ અંબાણી, નીરવ મોદી, વિજય માલ્યા સહિતના અરબપતિ જેલમાં નથી. ખેડૂતો લોન ભરપાઈ ન કરે તો જેલ થાય છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat