Billboard ad 1150*250

મોરબી જીલ્લા કલેકટરે ચાર્જ સંભાળતા જ પ્રાણ પ્રશ્નો અંગે બેઠક યોજી

0 137
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ટ્રાફિક, ગંદકી સહિતના મુદે અધિકારીઓ સાથે ચર્ચા કરી

        તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લા કલેકટર આર જે માકડિયાની બદલી કરાઈ છે અને મોરબી જીલ્લા કલેકટર તરીકે જે બી પટેલ મુકાયા છે જેને ચાર્જ સંભાળતા જ મોરબીના પ્રાણ પ્રશ્નો અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી

        મોરબી જીલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ જે બી પટેલ દ્વારા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં જીલ્લા કલેકટર દ્વારા જીલ્લા એસપી સાથે ક્રાઈમ ઘટાડવા અંગે જરૂરી ચર્ચા કરી હતી તે ઉપરાંત મોરબી શહેરમાં ગંદકી, ટ્રાફિક સમસ્યા તેમજ ખરાબ રોડ રસ્તા અંગે પાલિકા કચેરીના અધિકારી સાથે જરૂરી ચર્ચા કરી હતી અને પાલિકા સાથે સંકલન કરીને નગરજનોને ટ્રાફિક સમસ્યા ઉપરાંત ગંદકી સહિતના પ્રશ્નોમાંથી મુક્તિ અપાવવા એક્શન પ્લાન તૈયાર કરવા સુચનાઓ આપવામાં આવી હતી

        મોરબી જીલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ મોરબીના પ્રાણ પ્રશ્નો અંગે જાણકારી મેળવીને કલેકટર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે ત્યારે નાગરિકોમાં પણ વર્ષોથી ખદબદતી ટ્રાફિક, ગંદકી સહિતની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તેવો આશાવાદ જોવા મળે છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat