Billboard ad 1150*250

ધારાસભ્યની મહેનત રંગ લાવી, નવલખી બંદરે ૧૭૩ કરોડના ખર્ચે નવી જેટી

0 93
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જીલ્લામાં આવેલ નવલખી બંદરના વિકાસ માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી અને ધારાસભ્યની સતત મહેનતને પગલે આખરે નવલખી બંદર ખાતે નવી જેટીને મંજુરીની મહોર લાગી છે અને ૧૭૩ કરોડના ખર્ચે નવી જેટીથી બંદરના વિકાસમાં ચાર ચાંદ લાગશે

        મોરબી જીલ્લાના એકમાત્ર નવલખી બંદરે નવી જેટી બાંધવા માટે મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ અનેક વખત સરકારમાં અસરકારક રજૂઆત કરી હતી અને ગુજરાત વિધાનસભામાં પણ નવલખી બંદરે નવી જેટી બાંધવાના ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો જે અન્વયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નવલખી બંદરે નવી જેટીના બાંધકામ માટે અંદાજે રૂ. ૧૭૩.૧૧ કરોડના ખર્ચે નવી જેટી બાંધવા માટે ટેન્ડર પ્રક્રિયા કાર્યરત છે પર્યાવરણીય મંજુરી મળ્યા બાદ ટૂંક સમયમાં કામગીરી હાથ ધરીને સમયસર પૂર્ણ કરવામાં આવશે

        તદુપરાંત માળિયા ના દરિયાકાંઠાની વેસ્ટ લેન્ડમાં જીંગા ઉછેરની માંગણી કરવામાં આવી હતી માળિયા વિસ્તારના મીઠાના મોટા કારખાનેદારો દ્વારા ગેરકાયદેસર બંધાયેલા પાળાને લીધે માછીમારીના ધંધાને થઇ રહેલા નુકશાન અંગેના પ્રશ્નોનો પણ વિધાનસભામાં બ્રિજેશ મેરજાએ પડઘો પાડ્યો હતો  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat