હળવદ શહેર અને તાલુકામાં બાયોમેડિકલ વેસ્ટના ખુલ્લેઆમ ઢગલા

આરોગ્ય માટે ખતરનાક કચરો ઠલવતા તબીબો સામે કડક પગલા લેવા લોકોની માંગ

હળવદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટરો દ્વારા પ્રજામાટે હાનિકારક હોય તેવા કચરાનો નિકાલ ખુલ્લેઆમ કરાય છે તો આવા ડોક્ટરો સામે કાયદેસર પગલાં લેવા લોકમાંગ ઉઠવા પામી છે .
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તથા ગ્રામ્ય વિસ્તારમાં સરકાર માન્ય ડિગ્રી ધરાવતા ડોક્ટરો છે ત્યારે બોગસ ડિગ્રી તથા અન્ય ફેકલ્ટીમાં ડોકટર થયેલા તબીબો એલોપેથીક ની પ્રેક્ટિસ ગેરકાયદેસર કરે છે તદુપરાંત અમુક ડૉક્ટરો પ્રસૂતિ પણ કરાવે છે જે વિશે તેનામાં આવતો નથી ,તેટલુ જ નહી હળવદ પંથકમાં ડો મુન્નાભાઈ એમબીબીએસ પણ જોવા મળે છે, આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારમાં બાયોમેડિકલ વેસ્ટ માટેનું રજિસ્ટ્રેશન જૂજ ડોક્ટરો જ કરાવેલ છે જ્યારે અમુક ડોક્ટરો બાયોમેડિકલ વેસ્ટનો પોતપોતાની રીતે નિકાલ કરતા હોય આવા તબીબો સામે તંત્ર કેમ પગલાં ભરતું નથી ?તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે

જે તબીબો બાયોવેસ્ટનો રજીસ્ટ્રેશન કરાવેલ છે તેઓને ત્યાં જઈને ચેકિંગના બહાને ખોટા હેરાન કરાય છે પ્રશ્ન એ થાય છે કે ડિગ્રી વગરના ડોક્ટર જે પ્રેક્ટિસ કરે છે તેમને ત્યાં દરરોજનો સેંકડો બાયોમેડિકલ વેસ્ટ થાય છે આવા તબીબો જૈવિક કચરો ખુલ્લા પ્લોટમાં તેમજ તળાવ નદી કે નાલા માં ફેંકીને પ્રદૂષણ ફેલાવે છે .આ કચરો ક્યાં જાય છે ?તેની સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા દરકાર કરી નથી ત્યારે આવા તબીબો દ્વારા જેવી કચરાનો ખુલ્લેઆમ નિકાલ કરતા આવા તબીબો સામે આરોગ્ય ખાતા દ્વારા હળવદ પંથકમાં સધન, તટસ્થ, તપાસ થાય તો બાયોમેડીકલ વેસ્ટનું કૌભાંડ બહાર આવે તેમ છે તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અને તાત્કાલિક ધોરણે આવા ડોક્ટરો સામે પગલા લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે,

Comments
Loading...
WhatsApp chat