Billboard ad 1150*250

એરંડામાં ઘટાડાની ચાલ અટકશેઃ રૂની આયાત વધશે

0 45
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

કેરળમાં ચોમાસાના આગમન સાથે એગ્રી કોમોડિટી બજારમાં વેચવાલીનો મારો આવે તેવી સંભાવનાં છે, જોકે તેની શરૂઆત થઈ ચૂકી છેઅને એરંડા જેવી સેન્સેટીવ કોમોડિટીમાં તો બજારો ઝડપથી તુટી પણ ગયાં છે. આગળ ઉપર એરંડાની ચાલ ભરેલા નાળિયેર જેવી છે. રૂની બજારમાં પણ અફરાતફરી છે અને બજારો ક્યારે કંઈ બાજુ જશે તે અંગે અનિશ્ચિતતા છે.

એરંડાની વાત કરીએ તો બજારમાં સટ્ટો જામ્યો છે. અમદાવાદ ખાતે તાજેતરમાં એરંડાનાં કેટલાક મોટા માથાઓની બેઠક મળી હતી, પરંતુ બજારની દીશા વિશે કોઈ કંઈ ચોક્કસ કહી શકતું નથી. એરંડા વાયદો રૂ.૬૩૦૦ થી ઘટીને વધઘટે રૂ.૫૩૦૦ સુધી આવી ગયો છે. ચોમાસું આવી ગયું છેઅને શરૂઆતમાં કેવું રહેશે તે અંગેની સ્થિતિ અસ્પષ્ટ હોવાથી એરંડાની ચાલ પણ અનિશ્ચિત છે. વાયદો રૂ.૫૦૦૦ થશે કે રૂ.૬૦૦૦ થસે એ અંગે હાલ કઈ સચોટ જ્ઞાન એક પણ પંડીતો આપી શકતા નથી.

કપાસની બજારમાં ભાવ મજબૂત છે. રૂની નિકાસ અટકી ગઈ છે અને આયાત વેપારો વધે તેવી ધારણાં છે. ઘરઆંગણે રૂ.૪૫૦૦૦થી ૪૬૦૦૦ વચ્ચે ખાંડી દીઠ  બોલાય છે. કપાસનાં વાવેતર સરકારી ચોપડે ૪૦થી ૫૦ ટકા વધીને ૧૩ હજાર હેકટર સુધી ગુજરાતમાં પહોંચ્યાં છે, પરંતુ ખેડૂત વર્ગ કે વેપારી વર્ગ આ આંકડાઓ સાથે સહમત નથી. આગામી દિવસોમાં રૂની આયાત વધે તેવી ધારણાં છે અને ચાલુ વર્ષે ૩૦ લાખ ગાંસડી આયાતનો અંદાજ છે.

મસાલા બજારમાં ધાણા સતત તુટી રહ્યાં છે અનેભાવ ઘટીને બે વર્ષનાં તળિયે પહોંચ્યાં છે. જીરૂ વાયદો રૂ.૧૮૦૦૦ થશે કે રૂ.૧૭૦૦૦ તેની અટકો ચાલે છે. જોકે વધઘટે જીરૂ થોડું વધી શકે છે. મગફળી, ઘઉં સહિતનાં અનાજ અને તેલીબિયાં બજારમાં આગામી દિવસોની ચાલ મિશ્ર રહેશે. ઘઉંમાં ફરી તેજી ગમે ત્યારે આવી શકે છે. ગુજરાતમાં વાવેતર શરૂ થઈ ગયાં છે, પરંતુ પાણી ઓછા હોવાથી આગોતરા વાવેતર ધારણાં કરતાં ઓછા છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat