Billboard ad 1150*250

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થશે

0 101
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે આખું ભારત અને વિશ્વ સંસ્કૃત દિવસ તરીકેની ઉજવણી કરે છે ત્યારે મોરબી સંસ્કૃતભારતી અને સાર્થક વિદ્યામંદિર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે 

Post ad 2
Post ad 3

        જે સંસ્કૃત સપ્તાહની ઉજવણી તા. ૦૮ થી ૧૪ ઓગસ્ટ દરમીયાન સંસ્કૃત સપ્તાહ ઉજવાશે આ દિવસો દરમિયાન શાળામાં પ્રાર્થના સભા સંપૂર્ણ સંસ્કૃતમાં થશે (જેમાં દિન મહિમા, પંચાંગ, સમાચાર વગેરે) સપ્તાહ દરમિયાન શાળામાં સામાન્ય સૂચનાઓ સંસ્કૃતમાં આપવામાં આવશે

તે ઉપરાંત સંસ્કૃત સપ્તાહની ઉજવણી વિવિધ સ્પર્ધા થકી થશે જેમાં તા. ૦૮ ના રોજ સંસ્કૃત અભિનય ગીત અને સંસ્કૃત રમતોની સ્પર્ધા, તા. ૦૯ ના રોજ સંસ્કૃત સુભાષિત સુભાષિત પઠન અને શબ્દ અંતાક્ષરી સ્પર્ધા, તા. ૧૦ ના રોજ સંસ્કૃત દિનચર્યા અને નાટક સ્પર્ધા, તા. ૧૩ ના રોજ સંસ્કૃત વકૃત્વ સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધા તેમજ તા. ૧૪ ના રોજ સંસ્કૃત સંભાષણ અને સમૂહગાન સ્પર્ધા યોજાશે

        તેમજ તા. ૧૫ ઓગસ્ટના રોજ સંસ્કૃત દિવસ ઉજવાશે જેમાં ધ્વજવંદન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તા. ૦૮ થી ૧૪ દરમિયાન યોજાયેલ સ્પર્ધામાંથી પસંદ થયેલ કુલ ૨૦ કૃતિ રજુ થશે અને સંપૂર્ણ વાતાવરણ સંસ્કૃતમય બનશે જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થી અને વાલીઓ તેમજ સંસ્કૃત પ્રેમી જનતાએ પધારવા સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લે આમંત્રણ પાઠવ્યું છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat