
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી આવી રહી છે જેના માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભાજપ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ટંકારા ખાતે બુધવાર કાર્યક્રમ યોજાશે
ટંકારામાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ચૂંટણી અંતર્ગત તા. ૨૭ ને બુધવારે બપોરે ૨ કલાકે જયશ્રી મસાલા, ખીજડીયા રોડ ટંકારા ખાતે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે નિરીક્ષકો પધારશે જેથી કાર્યકરોએ અને ઉમેદવારી નોંધાવતા ઇચ્છુકોએ ઉપસ્થિત રહેવા ટંકારા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મહામંત્રી સંજયભાઈ ભાગિયા અને રૂપસિંહ ઝાલાએ જણાવ્યું છે





