એસટી બસ કંડકટરની પ્રમાણિકતા, રોકડ ભરેલું મુસાફરનું પાકીટ પરત કર્યું

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        આજના હળાહળ કલયુગમાં જયારે માનવતા મરી પરવારી છે તેવા એક બાદ એક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે પ્રમાણિકતા પણ હજુ જીવંત છે તેના ઉદાહરણ મળતા રહે છે તાજેતરમાં અમરેલી રાજકોટ રૂટની બસમાં મોરબીના મુસાફરનું ખોવાયેલું પાકીટ કંડકટરે પરત કર્યું હતું

        મોરબીના રહેવાસી અને શાળામાં નોકરી કરતા જાગૃતભાઈ દવે અમરેલી રાજકોટ બસમાં મુસાફરી કરતા હોય ત્યારે તેની જાણ બહાર તેનું પાકીટ પડી ગયું હતું અને પાકીટ બસના કંડકટર પ્રકાશભાઈ ચૌહાણને મળ્યું હતું જે પાકીટમાં રોકડ ઉપરાંત જરૂરી દસ્તાવેજ પણ હોય જેથી પાકીટ મૂળ માલિકને પરત કરવા અમરેલી ડેપોના કંડકટર પ્રકાશભાઈએ બે થી ત્રણ દિવસ સુધી મથામણ કરી હતી અને આખરે મુસાફર જાગૃતભાઈ દવેનો સંપર્ક કરીને તેના ઘરે મોરબી ખાતે તેનું પાકીટ પહોંચતું કર્યું હતું આમ એસટીના પ્રમાણિક કંડકટરે પાકીટના મૂળ માલિકને શોધી તેના ઘરે પહોંચતું કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે મુસાફરે પણ તેની પ્રમાણિકતાને બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા  

Comments
Loading...
WhatsApp chat