Billboard ad 1150*250

રાજ્યના વાતાવરણમાં પલટો, દક્ષિણમાં કમોસમી વરસાદ, કચ્છમા ફુંકાયો પવન, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

0 91
Post ad 1

આગામી બે દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદી છાંટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા

મોરબી :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રવિવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી બે દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદી છાંટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા છે. જોકે ગરમીનો પારો 3થી 4 ડિગ્રી ગગડવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે.

Post ad 2

અરબ સાગરમાં વાવાઝોડાના અણસાર મળી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. ગુજરાત સહિત રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ગોવા અને હિમાચલ પ્રદેશમાં તેજ પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના દરિયા કાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આગામી 24 કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. પવન ફૂંકાતા રાજકોટમાં ધૂળની ડમરીઓ ઉડી હતી.  અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટાયું છે.

કેરીના પાકને નુકસાન જવાની ભીતિ: કમોસમી વરસાદ પડે તો ખાસ કરીને ગીરસોમનાથ અને જૂનાગઢની કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. આ સિવાય તલ, બાજરી જેવા ઉનાળુ પાકને પણ નુકસાન થવાની શક્યતા છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat