મોરબીની ઉમા વિદ્યા સંકુલના બાળકોએ પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી

0 37
Above Post Content

સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ શાળા અભ્યાસ ઉપરાંત વિવિધ પ્રવૃતિઓમાં હંમેશા અગ્રેસર રહેતી હોય છે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સંસ્થા દ્વારા તાજેતરમાં પોસ્ટ ઓફિસની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું

Middle Post Content

ઉમા વિદ્યા સંકુલના ધોરણ 5 અને 6 ના વિદ્યાર્થીઓએ પોસ્ટ ઓફીસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત કરવાનો ખાસ હેતુ સંદેશા વ્યવહારની આપ-લે કઇ રીતે થાય છે તથા પોસ્ટ ઓફીસના તમામ વિભાગોની પ્રત્યક્ષ માહિતી મળે તે હેતુથી મુલાકાત કરી હતી, જેમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ તમામ વિભાગો તથા ટીકીટ, ટપાલ, કવર, નાણા વ્યવહાર વગેરે અંગે પ્રત્યક્ષ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓની આ પોસ્ટ ઓફીસની પહેલી મુલાકાત હતી. જેઓએ આ માહિતી મેળવી ખૂબ આનંદિત થયા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અધારા તથા પ્રિન્સિપાલ હિતેશભાઈ સોરીયા મોરબી પોસ્ટઓફીસના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તો શાળાના ભૂલકાઓ માટે આ મુલાકાત યાદગાર બની રહી હતી

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat