Billboard ad 1150*250

મોરબીના જેતપર રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે મહિલાનું મોત

0 126
Post ad 1

અકસ્માત સર્જી વાહનચાલક ફરાર

Post ad 2

        મોરબીમાં અકસ્માત માટે કુખ્યાત બનેલા જેતપર પીપળી રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહનની ઠોકરે મહિલાનું મોત થયું છે અને અકસ્માત બાદ વાહનચાલક ફરાર થયો હતો

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસી ભુપતભાઈ નારણભાઈ કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ ના રોજ તેની પત્ની રાણીબેન કોળી (ઉ.વ.૪૫) વાળા એકટીવા મોટરસાયકલ નં જીજે ૩૬ સી ૬૪૯ લઈને જેતપર પીપળી રોડ પરથી જતા હોય ત્યારે અજાણ્યા વાહનચાલકે તેના એકટીવાને ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા રાણીબેન કોળીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જયારે અકસ્માત બાદ વાહનચાલક વાહન સાથે નાસી ગયો હતો તાલુકા પોલીસે હીટ એન્ડ રનની ઘટના અંગે નોંધ કરી વાહનચાલકની શોધખોળ ચલાવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat