મોરબી-ટંકારા તાલુકાના ખેડૂતોને સહાય મેળવવા માટે કરવું પડશે આ કામ, જાણો…..

0 63
Above Post Content

ગુજરાત સરકાર દ્વારા ૨૫૦ થી ૪૦૦ મીમી સુધીમાં પડેલ વરસાદવાળા વિસ્તારમાં આવતા મોરબી જિલ્લાના અછતમાં સમાવિષ્ટ અસરગ્રસ્ત તાલુકાઓના તમામ ખેડુત ભાઇઓને કૃષિ ઇનપુટની સહાય જાહેર કરેલ છે. તે યોજના અન્વયે મોરબી જિલ્લાના મોરબી અને ટંકારા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ તાલુકાના ખેડુત મિત્રોએ નિયત નમુનામાં અરજીસાથે ૭/૧૨ પત્રકમાં વાવેતર અંગેની નોંધ.૮-અ અને બેન્ક એકાઉન્ટની વિગત સહીતના જરૂરી દસ્તાવેજો સાથે જે તે ગામના તલાટી કમ મંત્રીને તા.૩૧/૧૨/૨૦૧૮ સુધીમાં અરજી આપી દેવાની રહેશે. તા.૩૧/૧૨/૨૦૧૮ બાદ આવેલી અરજીઓ સ્વીકારવામાં નહી આવે જે ધ્યાને લેવા વિનંતી છે. તેમ જીલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી.ગજેરાની યાદી જણાવે છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat