Billboard ad 1150*250

ટીકર(રણ) ગ્રામ પંચાયતના સરપંચે નદીના પુલનું સમારકામ બાબતે નાયબ કાર્યપાલકને પત્ર લખી રજૂઆત કરી

0 41
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

ટીકર(રણ) ગ્રામ પંચાયત ના સરપંચ સંગીતાબેન વી.પટેલએ ગામની નદી પર આવેલા પુલનું સમારકામ બાબતે નાયબ કાર્યપાલકને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે હળવદ તાલુકાના ટીકર(રણ) ગામે આવેલ નદી પરના પુલ પર ઘણી જગ્યાએ ગાબડા પડેલા છે. સમગ્ર પુલ જર્જરિત હાલતમાં છે. આ પુલ ટીકર(રણ) ગામમાં આવવા જવા માટેનો મુખ્ય રસ્તો છે અને ચોમાસાની સીઝન દરમિયાન પુલની જર્જરિત હાલત ના લીધે જાનમાલને હાનિ થવાનો ભય રહે છે. જેથી આ પુલનું સમારકામ સત્વરે હાથ ધરવામાં આવે. આ સાથે જ કહ્યું છે કે આ તમામ કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે જેથી ગામલોકોની મુશ્કેલી ન પડે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat