ટંકારા : હથિયારધારી ટોળકીએ ત્રણ ફેક્ટરીને નિશાન બનાવી, cctv footage

ફેકટરીના શ્રમિક યુવાનને છરીની અણીએ લૂંટી લીધો

        મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને તસ્કરો બેફામ બની ગયા છે જેમાં ટંકારામાં હથિયારધારી ટોળકીએ એક બે નહિ પરંતુ ત્રણ ફેક્ટરીને નિશાન બનાવી એક લાખથી વધુની ચોરી અને બાઈક પણ હંકારી ગયા હતા આટલું પુરતું ના હોય તેમ એક શ્રમિક યુવાનને ગળે છરી રાખી છરીની અણીએ લૂંટ કરી છે જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે  

        ટંકારા જામનગર રોડ પર હિરાપર નજીક એક ડઝનથી વધુ તસ્કરોની ટોળકી ત્રાટકી હતી જેને 3 ફેક્ટરી ને નિશાન બનાવી લુટ અને ચોરીને અંઝામ આપ્યો હતો દેવ કોટનની ઓફીસમાથી અંદાજે એક લાખની રોકડ, સિયારામ ઓઇલ ઈન્ડસ્ટ્રીઝની ઓફીસમાં તોડફોડ કરી ૧૦ હજારની રોકડ તેમજ બાઈકની ચોરી કરી હતી તે ઉપરાંત સહકાર કોટનની ઓફીસમાથી કાઈ હાથ લાગ્યું ના હતું ત્યારે શ્રમિકને ગળે છરી રાખીને ૧૦ હજારની લૂટ ચલાવી હતી 

જુઓ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ….

Comments
Loading...
WhatsApp chat