Billboard ad 1150*250

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ૨૯૦૦ ફૂટ લાંબા તિરંગા સાથે સ્વતંત્રતા યાત્રા યોજાશે

0 31
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        યંગ ઇન્ડિયા ગ્રુપ અને યંગ ઇન્ડિયા ગ્રુપની લેડીઝ વિંગ દ્વારા મોરબીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રભાવનાનો માહોલ સર્જવા નીલકંઠ વિધાલય અને પી જી પટેલ કોલેજના સહયોગથી ૧૪ ઓગસ્ટને બુધવારે સવારે ૯ કલાકે સ્વતંત્રતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

        જેમાં બેન્ડ સાથે ૨૯૦૦ ફૂટના લાંબા ત્રિરંગા સાથે આ સ્વતંત્ર યાત્રા યોજાશે. સ્વતંત્ર યાત્રાતા. ૧૪ ને બુધવારે સવારે ૯ કલાકે નીલકંઠ વિદ્યાલય, રવાપર રોડ પરથી પ્રસ્થાન થશે. અને રવાપર રોડ પરથી હોસ્પિટલ ચોકથી શનાળા રોડ થઈ રામકચોકથી નવા બસસ્ટેન્ડ થઈને જી.આઈ.ડી.સી. સ્વામિનારાયણ સંસ્કાર લેબોરેટરી પાસે સમાપન થશે. ૨૯૦૦ ફૂટ લાંબા તિરંગાને પકડવા માટે અંદાજીત ૭૦૦ થી વધુ લોકોની જરૂરિયાત રહેશે જેથી તિરંગા સાથે નીકળતી સ્વતંત્ર યાત્રામાં મોરબીના સેવાભાવી સંગઠનો, શાળા કોલેજના સંચાલકો, વિદ્યાર્થીઓ અને નગરજનોએ જોડાવવા અપીલ કરવામાં આવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat