આજે વર્લ્ડ થેલેસેમિયા ડે, ગુજરાતમાં થેલેસેમિયાના દસ હજાર કરતાં વધુ દર્દીઓ

           ભારત તથા દુનિયાના અન્ય દેશોમાં જુદા જુદા પ્રકારના ડે ઉજવાય છે. જેવા કે ફાધર્સ ડે,  મધર્સ ડે,  યોગ દિવસ, વેલેન્ટાઈન ડે, તે પૈકી થેલેસેમીયા ડે ઉજવાય છે. પરંતુ આનો અર્થ કરતા અનર્થ વધારે સર્જાય છે. અને જે થેલેસેમીયા ડે ઉજવાય છે, તેનું હાર્દ સંપૂર્ણપણે સિદ્ધ થતું નથી. કારણકે થેલેસિમિયા ડે માં થોડા વ્યક્તિ ‘થેલેસેમિયા નાબૂદ કરો’ તેવા બેનર સાથે સમસ્યાથી પીડાતા બાળકો સાથે બહાર આવે છે. પરંતુ થેલેસેમિયા થી પીડાતા દર્દીને શું જરૂરી છે તે મહત્વનું છે. જે કાર્ય સરકારશ્રીનું છે. તેને બદલે જાહેર સંસ્થાના કાર્યકરો પોતાની શક્તિ મુજબ કામ કરે છે. તેને થેલેસેમિયા ના દર્દી ને ખાસ તો પૂરતા પ્રમાણમાં દવા ઇન્જેક્શન મળતા નથી.

છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૭ અને ત્યારબાદ ફેબ્રુઆરી 2019 માં સામાન્ય પુરવઠો ઇન્જેક્શન મળેલો હતો અને ખાસ કરીને ‘ડેસ્ફાલ ઇન્જેક્શન’ કે જેના થકી શરીરમાં આર્યન ઓછું થાય છે. તેનો પુરવઠો મળતો નથી. આવા દર્દીને પ્રથમ આર્યન શરીરમાંથી ઓછું કરવાનું હોય છે. ઓછા આર્યન માટે સરકારી ડોક્ટર સાહેબ પણ ઓછું લેવાઈ અને વધુ પ્રમાણમાં હોય તો આર્યન ઘટાડવા ભલામણ કરે છે.

 ગુજરાત માં આશરે દસ હજારથી વધારે દર્દીઓ છે અને તેમાં 5000 દર્દી સામાન્ય રીતે એક અથવા બે ઇન્જેક્શન લે તો આશરે રૂપિયા 25 કરોડ વાર્ષિક ખર્ચ થાય છે. પરંતુ સરકાર માટે તો આ ખર્ચ મામૂલી ગણાય. સરકારે ઇન્જેક્શન તથા અસુરા, ડેસીરોકસ, ડેફ્રારાજિટ ટેબલેટ દર્દીની જરૂરિયાત મુજબ આપવી પડે છે. તેમજ કેલ્શિયમ વિટામીન બી-12ફોલિક એસિડનું પુરવઠો સરકારી હોસ્પિટલમાં યોગ્ય પ્રમાણમાં હોય છે. સરકાર દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૭ પછી દર્દીની જરૂરિયાત મુજબ ડેસ્ફાલનો પુરવઠો મળેલ નથી. તેમજ દવાખાનામાં યોગ્ય પણ મળતો નથી.

 ગુજરાતમાં થેલેસેમિયાના દર્દી છે પરંતુ જેવી સારવાર મળતી નથી. અને તેની તપાસ પણ થતી નથી. કારણ કે ગુજરાતમાં દર્દીઓ રાણાવાવ, આહવા ચરાડવા કે હળવદ કે કોઈ ગામ કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં રહેતો  હોય તેની સારવાર શું? અને ગ્રામ્ય વિસ્તારમાં એક પણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી. તેથી એમ.બી.બી.એસ ડોક્ટર પાસેથી સારવાર લેવી પડે છે. અપવાદરૂપે ડોક્ટર સિવાય તેને બ્લડ ચડાવવા માટે ઘણી વખત તેની પ્રાઇવેટ ડોક્ટરનું સહારો લેવો પડે છે. આ દર્દીને સામાન્ય રીતે ફક્ત જીવવા માટે વાર્ષિક રૂપિયા એક થી 15 લાખ સુધીનો ખર્ચ કરવો પડે છે. તે નિર્વિવાદ બાબત છે.

 આવા દર્દી માટે આખા ભારતવર્ષમાં ચાલે તેવું કાર્ડ કાઢીને તેમની bp, કીડનીયુરિન, લીવર, ડાયાબિટીસ, એચ.આઈ.વી રિપોર્ટ ની નોંધ કરવી જરૂરી છે. અને કાર્ડ આખા ભારતમાં ચાલે તેવું જરૂરી છે. જેવી રીતે આયુષમાનવાત્સલ્યમા યોજના કે જેમાં દર્દીનો સમાવેશ કરેલ છે. તેમાં પણ સમાવેશ કરવો આવશ્યક છે. દર્દીને જીવવા માટે તથા સરકારની સેવા માટે પોતાનું પ્રાધાન્ય આવશ્ય આપશે.જેના કારણે થેલેસેમિયા ડે સાર્થક રીતે ઉજવાશે.

નોંધ : “થેલેસેમિયા” ડે પર વિશેષ લેખ તૈયાર કરનાર જયંતભાઈ જે કારિયાનો મોરબીન્યુઝ ટીમ આભાર વ્યક્ત કરે છે

Comments
Loading...
WhatsApp chat