Billboard ad 1150*250

મોરબીના વીસી ફાટક પાસે ટ્રાફિકજામ સર્જાયો, વાહનચાલકો પરેશાન

0 91
Post ad 1

        મોરબી શહેરમાં આમ તો ટ્રાફિક સમસ્યા સામાન્ય છે શહેરના દરેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જોવા મળતો હોય છે પરંતુ અમુક ટ્રાફિક પોઈન્ટ એવા છે જ્યાં કાયમી ટ્રાફિક રહેતો હોય છે આવા જ ટ્રાફિક પોઈન્ટ સમાન વીસી ફાટક પાસે આજે સાંજના સુમારે ટ્રાફિકજામ સર્જાયો હતો

Post ad 3

        મોરબીથી સામાકાંઠે જવા માટે પાડા પુલ અને હવે બેઠો પુલ એમ બે વિકલ્પો છે બેઠો પુલ કાર્યરત થઇ ચુક્યો હોવાથી વાહનોનું ભારણ ઓછું થયું છે આમ છતાં પણ સામાકાંઠે જતા વાહનોની સંખ્યા સતત જોવા મળતા વીસી ફાટક પાસે ટ્રાફિકજામની સમસ્યા હજુ પણ જોવા મળે છે મોરબી શહેરમાંથી સામાકાંઠે જતા મોટરસાયકલ, કાર તેમજ ભારે વાહનો અહીંથી પસાર થતા હોય જેથી ટ્રાફિક સમસ્યા રહે છે તો હાલ ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે અને વાહનચાલકો ક્યારે નીકળી શકશે તેની રાહ જોઈ રહ્યા છે   

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat