Billboard ad 1150*250

મોરબીમાં કરોડોના કોન્ટ્રાકટની લાલચે ૧૩.૬૦ કરોડની છેતરપીંડી પ્રકરણમાં બે ઝડપાયા

0 75
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

ઉદ્યોગપતિ સાથે છેતરપીંડી બાદ એસઓજીએ ચલાવી હતી તપાસ

        મોરબીના પટેલ વેપારીને સરકારના કરોડો રૂપિયાના કોન્ટ્રાકટ અપાવી દેવાની લાલચ આપીને કલેકટર તેમજ વિવિધ સરકારી હોદાના સ્વાંગ રચીને પાંચ શખ્શોએ વેપારી પાસેથી ૧૩.૬૦ કરોડ રૂપિયા પડાવી છેતરપીંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદની તપાસ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને સોપવામાં આવી હોય જેમાં બે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે 

        મોરબીના શનાળા રોડ પરના ઉમિયાનગર દ્વારકેશ એપાર્ટમેન્ટના રહેવાસી વિજયભાઈ નાથાભાઈ ગોપાણીએ પોલીસમાં છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે આરોપી ડો. વસંત કેશુભાઈ ભોજવીયા રહે મૂળ ખાખરેચી તા. માળિયા તથા અમદાવાદ, પ્રદીપકુમાર કારેલીયા મૂળ જેપુર તા. ગોંડલ તથા દિલ્હી, જયેશ ઉર્ફે રોહિત સોલંકી, ફાઈનાન્સના અધિકારી તરીકે ઓળખાવેલ વ્યક્તિ અને રચના સિંધ એમ પાંચ શખ્શોએ ગુનાહિત કાવતરું રચીને તેની સાથે ૧૩.૬૦ કરોડની છેતરપીંડી આચરી છે જેમાં સરકારમાંથી કરોડોના કોન્ટ્રાકટ અપાવી દેવાની લાલચ આપીને વિવિધ સ્થળે અને સમયે મળીને કુલ ૧૩.૬૦ કરોડ રૂપિયા પડાવી લીધા બાદ વેપારીને છેતરપીંડી થઇ હોવાનું માલૂમ પડતા તેને આ મામલે એ ડીવીઝન પોલીસમાં ફરીયદા નોંધાવી હતી અને કરોડોની છેતરપીંડી પ્રકરણની તપાસ એસઓજી ટીમને સોપવામાં આવી હોય જેમાં એસઓજી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલની ટીમે કરોડોની છેતરપીંડી પ્રકરણમાં આરોપી ડો. વસંત કેશુભાઈ ભોજવિયા અને જયેશ ઉર્ફે રોહિત સોલંકીને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે તેમજ તેની ગેંગના અન્ય સભ્યોની શોધખોળ આદરી છે

Comments
Loading...
Share This
WhatsApp chat