Billboard ad 1150*250

ટંકારા પોલીસ પર હુમલો કરનાર બે આરોપી ઝડપાયા, જુઓ એસપીનું ઈન્ટરવ્યું…Video

0 137
Post ad 1

પોલીસે બે આરોપીને ઝડપી લીધા, અન્યની શોધખોળ  

        ટંકારા પંથકમાં બુટલેગરો બેફામ બની ગયા છે તેનું જીવંત ઉદાહરણ બુધવારે રાત્રીના જોવા મળ્યું હતું જ્યાં દારૂની બાતમી બાદ ટંકારા પોલીસના જવાનો રેડ કરવા ગયા હતા ત્યારે બુટલેગરોએ એકસંપ કરીને હથિયારો વડે હુમલો કરી દેતા પાંચ પોલીસ કર્મીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખસેડ્યા છે તો બનાવ બાદ પોલીસ ટીમ હરકતમાં આવી હતી અને પોલીસ પર હુમલો કરનાર બે આરોપીને ઝડપી લેવાયા છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના જોધપર ઝાલા ગામે બુટલેગર દ્વારા દારૂનો જથ્થો મંગાવ્યો હોય અને આ દારૂનો જથ્થો એક મકાનમાં રાખ્યો હોવાની બાતમીને પગલે ટંકારા પોલીસની ટીમ રેડ કરવા પહોંચી હતી જોકે પોલીસની ટીમ દારૂનો મુદામાલ જપ્ત કરી તેમજ પ્રોહીબીશન કેસ ના કરી સકે તે માટે બુટલેગરોએ ધોકા, પાઈપ જેવા હથિયારોથી હુમલો કરી દીધો હતો જે બનાવમાં પાંચ પોલીસ કર્મચારીઓને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે તો બનાવની જાણ થતા જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોષી તેમજ એલસીબી, એસઓજી અને ટંકારા પોલીસની ટીમો જોધપર ઝાલા ગામે પહોંચી હતી જોકે હુમલા બાદ બુટલેગરો નાસી ગયા છે

Post ad 2

        બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વિક્રમભાઈ લાભુભાઈ ફૂગસીયાએ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલાએ જોધપર ઝાલા ગામે અમરૂ જીવણ કોળીના મકાનમાં ઈંગ્લીશ દારૂ રાખેલ હોય તેવી બાતમીને પગલે ટંકારા પોલીસ મથકના પોલીસ કર્મચારી ફરિયાદી વિક્રમભાઈ લાભુભાઈ ફૂગસીયા, મહમદ ઉસ્માન કાદરબક્ષ બલોચ, રવિભાઈ ધીરૂભાઈ કીડિયા, પ્રવીણભાઈ છગનભાઈ મેવા અને રમેશ ચતુરભાઈ ચાવડા સહિતની ટીમ રેડ કરવા ગઈ હોય ત્યારે આરોપીઓ જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા, પ્રદીપસિંહ પ્રવીણસિંહ ઝાલા, કુલદીપસિંહ પ્રવીણસિંહ ઝાલા, શક્તિસિંહ હરદેવસિંહ ઝાલા, જસમત સોંડાભાઈ કોળી, અમૃત ઉર્ફે અમરૂ જીવણભાઈ કોળી, જયપાલસિંહના બા તથા અન્ય ત્રણ-ચાર અજાણ્યા ઈસમો પોલીસ આરોપીના ઘરે પ્રોહીબીશનની રેડ ના કરે અને મુદામાલ કબજે ના કરે અને કેસ ના થાય તે માટે એકસંપ કરી લાકડાના ધોકા, લાકડી, પાઈપ અને પથ્થરો વડે પોલીસની ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાના ઈરાદે હથિયારોથી જીવલેણ ઈજા કરી ફેકચર કરી હોવાનું જણાવ્યું છે પોલીસે ફરજમાં રૂકાવટ અને જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

        જે ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ ચલાવી હતી અને આરોપી જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા અને પ્રદીપસિંહ પ્રવીણસિંહ ઝાલા રહે બંને જોધપર ઝાલા તા. ટંકારા વાળાને ઝડપી લીધા છે જયારે અન્ય આરોપીની શોધખોળ ચલાવી છે પોલીસ પર હુમલો કરવાના ગુન્હામાં ઝડપાયેલ આરોપી જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા અગાઉ ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબીશન વેચાણના ગુન્હામાં તથા ઇન્ગ્લીશ દારૂ વેચાણ અને હેરફેરના ગુન્હામાં પકડાયેલ છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat