Billboard ad 1150*250

મોરબીમાં પોલીસની ખોટી ઓળખ આપી લાંચ માંગનાર બે ઝડપાયા

0 145
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

કેસ કરવાની ધમકી આપી અગાઉ ૧૮૦૦૦ પડાવ્યા

Post ad 2

બાદમાં પાંચ હજાર લેવા જતા રંગેહાથ ઝડપાયા  

        મોરબી અને માળિયાના રહેવાસી બે શખ્શોએ નકલી પોલીસ તરીકે ઓળખ આપીને એક દંપતીને કેસમાં ફીટ કરી દેવાની ધમકીઓ આપીને લાંચની માંગણી કરી હોય જે ૫૦૦૦ ની રકમ સ્વીકારતા બંને શખ્શોને એસીબી ટીમે રંગેહાથ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે   

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયાના દેવગઢ ગામના રહેવાસી ભાવેશ મોમૈયા સવસેટા અને મોરબીના રવાપર રોડ પરના રહેવાસી દિવ્યરાજસિહ પ્રહલાદસિહ રાણાએ બંને શખ્શોને એસીબી ટીમે છટકું ગોઠવીને પાંચ હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા છે જે કેસમાં એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી અને તેના પતિને આરોપી ભાવેશ સવસેટાએ ફોન કરીને પોતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી કરણસિંહ પોલીસ વાળા બોલુ છુ તમે તમારા ઘરે છોકરી લાવી ધંધો કરાવો છો તેમ કહેતા ફરિયાદી અને તેમના પતિએ આવો કોઈ ધંધો નહી કરતા હોવાનુ જણાવતા આરોપીએ તમારો કેસ કરવો પડશે તેમ કહેતા કેસ નહી કરવાનું કહ્યું હતું અને આરોપીએ કેસ નહી કરવાના અવેજ પેટે રુ.૨૦.૦૦૦/- ની લાંચની માંગણી કરેલ

જેમાં અગાઉ ફરીયાદીએ પ્રથમ રુ.૧૮ ,૦૦૦/- આપેલા બાદ આરોપીએ માસીક રૂ ૧૦,૦૦૦/- આપવા જણાવતા રકઝક ના અંતે રૂ. ૫૦૦૦/- નક્કી થતા આજે આપવાનું નક્કી થયું હતું જોકે ફરિયાદી રકમ આપવા માંગતા ના હોય જેથી આજરોજ આપવા વાયદો કરેલ જે લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હોઇ જેથી એસીબીમાં ફરિયાદ કરતા સુરેન્દ્રનગર એસીબી પીઆઈ ઝેડ જી ચૌહાણની ટીમે ટ્રેપ ગોઠવી હતી અને લાંચની રકમ રૂ ૫૦૦૦ સ્વીકારતા આરોપી ભાવેશના ઘરે બંને આરોપી ઝડપાઈ ગયા હતા પોલીસ તરીકે ખોટી ઓળખ આપી વિશ્વાસઘાત કરનાર બંને ઇસમોને ઝડપી લેવાયા છે રાજકોટ એસીબી મદદનીશ નિયામક એચ પી દોશીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસીબી ટીમે છટકું ગોઠવીને બંને ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat