Billboard ad 1150*250

મોરબીના કોલેજીયન મિત્રોની બે દાયકા બાદ ગેટ ટૂ ગેધર પાર્ટી મળી

0 79
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

જુના દિવસોને વાગોળ્યા, દર વર્ષે મળવાનું નક્કી કર્યું

        કોલેજના ગોલ્ડન પીરીયડને ભૂલવો શક્ય નથી કોલેજમાં ધમાલ મસ્તી કરતા મિત્રોને વર્ષો બાદ મળીએ તો પણ હૃદય ભરાઈ આવે તેવા જ દ્રશ્યો મોરબીમાં જોવા મળ્યા હતા જેમાં બે દાયકા બાદ કોલેજના મિત્રો ફરીથી મળ્યા હતા અને જુના દિવસોને વાગોળ્યા હતા

        મોરબીની એમ એમ સાયન્સ કોલેજમાં વર્ષ ૧૯૯૯ માં અભ્યાસ કરી પોતપોતાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા નીકળી ગયેલા યુવાનો ૨૦ વર્ષ બાદ ફરીથી મળ્યા હતા ત્યારે કોલેજના દિવસો, ધમાલ મસ્તી, મજાક અને એકબીજાના હુલામણા નામો આજે પણ દરેકને યાદ હતા અને એ જુના દિવસોને વાગોળીને દરેક મિત્રોએ સોનેરી પળોને યાદ કર્યા હતા         બે દાયકાના લાંબા સમય બાદ મળેલા યુવાનો આજે પોતાના ક્ષેત્રમાં સેટ થઇ ચુક્યા છે મોટાભાગના શિક્ષક તેમજ ઉદ્યોગ જગતમાં સારી નામના મેળવી ચુક્યા છે તે ઉપરાંત ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર પણ આ બેચના સહપાઠી હતા અને તેઓ પણ જુના મિત્રોને મળીને ખુશખુશાલ જોવા મળ્યા હતા તો બે દાયકા બાદ મળેલા મિત્રોએ નક્કી પણ કરી નાખ્યું છે કે દર વર્ષે 1 જુનના રોજ તેઓ ચોક્કસ મળશે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat