Billboard ad 1150*250

વાંકાનેરમાં બે સ્થળે દારૂના દરોડા, ૧૨.૫૦ લાખથી વધુનો મુદામાલ જપ્ત

0 80
Above Post Content


જંગી દારૂનો જથ્થો, વાહનો કરાયા જપ્ત

Middle Post Content

        વાંકાનેર તાલુકા પોલીસે બે સ્થળે દારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે જેમાં રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા બેને ઝડપી લેવાયા છે જયારે બીજા દરોડામાં ટાટા ૪૦૭ વાહન દારૂ ભરેલું હોય જેને જપ્ત કરી દારૂનો જંગી જથ્થો ઝડપ્યો છે

વાંકાનેર તાલુકાની ટીમ લોકસભા ચુંટણીમાં પ્રોહી જુગાર જેવી પ્રવૃત્તિ નાબુદ કરવા  કાર્યરત હોય જેમાં બાતમીને આધારે વાંકાનેરના ભલગામ નજીક હાઈવે પરથી ટાટા ૪૦૭ ને અટકાવી તલાશી લેતા વિવિધ બ્રાંડની ૨૩૫૪ બોટલ દારૂ કીમત ૮,૬૩,૬૩૦ તેમજ ૧૮૦ એમએલની ૭૮૦ નંગ દારૂની બોટલ કીમત ૭૮,૦૦૦ સહીત કુલ ૩૧૩૪ બોટલ દારૂ કીમત ૯,૪૧,૬૩૦ અને ટાટા મેટાડોર સહીત ૧૧,૪૧,૬૩૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે વાહનચાલક વાહન મૂકી નાસી ગયો છે જેની શોધખોળ આદરી છે

        જયારે અન્ય દરોડામાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક સીએનજી ઓટો રીક્ષા નં જીજે ૧૦ ટી ડબલ્યુ ૨૯૨૪ ને રોકી તલાશી લેતા રીક્ષામાંથી ૨૮૮ બોટલ દારૂ કીમત ૧૨,૮૦૦ મળી આવતા આરોપી જીતેન્દ્રભાઈ દલસુખગીરી ગોસ્વામી (ઉ.વ.૨૯) રહે રાજકોટ મવડી પ્લોટ અને સંજય મોહનભાઈ કૂકડીયા કોળી (ઉ.વ.૨૭) રહે રાજકોટ વાળા ને ઝડપી લઈને રીક્ષા અને દારૂ સહીત કુલ ૧,૨૮,૮૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat