Billboard ad 1150*250

દ્વારકા જતા પદયાત્રીઓ માટે બેલા ગામ દ્વારા વિશ્રામ રાવટી

1 65
Above Post Content

ગ્રામજનો પદયાત્રીઓની કરી રહ્યા છે સેવા ચાકરી

        હોળીનું પર્વ નજીક છે ત્યારે અસંખ્ય પદયાત્રીઓ દ્વારકાધીશના દર્શન માટે પગપાળા જતા હોય છે અને દ્વારકાધામમાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે ત્યારે દ્વારકા ધામ જતા પદયાત્રીઓ માટે મોરબીના બેલા (આમરણ) ગ્રામજનો દ્વારા વિશ્રામ રાવટી કાર્યરત કરાઈ છે

Middle Post Content

        મોરબીના બેલા (આમરણ) ગામ સમસ્ત દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓની સેવા માટે રિલાયન્સ કંપની નજીક વિશ્રામ રાવટીમાં પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે જ્યાં પદયાત્રીઓ માટે ભોજન, ચાપાણી તેમજ વિશ્રામની સુવિધાઓ માટે ગ્રામજનો ૨૪ કલાક જાહેમત ઉઠાવી રહ્યા છે

        તો દ્વારકા ધામ જતા પદયાત્રીઓ વિશ્રામ સાથે અહી રાસ ગરબાની રમઝટ પણ બોલાવે છે દ્વારકાના નાથના વિવિધ ભજનોના તાલે પદયાત્રી ભક્તો ગરબે ઘૂમે છે અને બેલા ગામ સમસ્તના યુવાનો, મહિલાઓ પદયાત્રીઓની સેવાનો અનેરો આનંદ લઇ રહ્યા છે  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat