Billboard ad 1150*250

વાંકાનેરના વૃધ્ધાએ ૬૦ વર્ષની વયે સ્વીમીંગ સ્પર્ધામાં ભાગ લીધો, ત્રણ કેટેગરીમાં નંબર ૧ !

0 44
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાંકાનેરના લુણસરના વૃધ્ધા તરણ સ્પર્ધામાં ત્રણ કેટેગરીમાં વિજેતા

હાલ ૬૦ વર્ષની વય છે, પાંચ વર્ષથી ભાગ લે છે

Post ad 3

        કઈક કરી બતાવવાની ભાવના હોય અને પોતાની શક્તિ પર વિશ્વાસ હોય તો ઉમરનું બંધન પણ નડતું નથી અને વૃદ્ધાવસ્થાની વયમાં જયારે વ્યક્તિ અન્ય પરઆધારિત થઇ જતો હોય છે ત્યારે મોરબી જીલ્લાના વૃધ્ધા વયોવૃદ્ધ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે કારણકે ૬૦ વર્ષની ઉમરના વૃધ્ધાએ તરણ સ્પર્ધામાં એક બે નહિ પરંતુ ત્રણ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે

        વાંકાનેરના લુણસર ગામના રહેવાસી નિર્મલાબેન માનસેતા હાલ ૬૦ વર્ષની વયે પહોંચ્યા છે જેઓએ જીલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આટલી વયે ખાલી સ્પર્ધામાં ભાગ લેવાનું મન બનાવવું તે જ મોટો વિક્રમ બની રહે છે જોકે આ વૃધ્ધા માત્ર ભાગ લઈને સંતોષ માનવાને બદલે જીતવા માટે પણ મનોબળ મજબુત રાખ્યું હતું અને આ વયે તેઓએ સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે અને માત્ર એક જ સ્પર્ધા નહિ પરંતુ તરણ સ્પર્ધામાં ૫૦ મીટર ફ્રી, ૫૦ મીટર બેક અને ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલ એમ ત્રણ કેટેગરીમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે અને હવે તેઓ રાજ્યકક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરીને મોરબીને ગૌરવ અપાવશે

છેલ્લા છ વર્ષથી સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે

        જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા નિર્મલાબેન માનસેતાએ પ્રથમ વખત સ્પર્ધામાં ભાગ નથી લીધો પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે તેઓ વર્ષ ૨૦૧૪ થી સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે અને વર્ષ ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૮ માં ૧૦૦ મીટર ફ્રી કેટેગરીમાં તેઓ ત્રીજા સ્થાને વિજેતા રહ્યા છે જોકે આ ક્રમથી તેઓ સંતુષ્ટ ના હોય અને પ્રથમ ક્રમે વિજેતા બનવા વધુ મહેનત કરી હતી અને આખરે આ વર્ષે તેઓ પ્રથમ ક્રમે વિજેતા બનીને ડંકો વગાડ્યો છે ત્યારે મોરબી જીલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે   

Comments
Loading...
Share This
WhatsApp chat